Mahesana News: મહેસાણાના બહુચરાજીમાં અજાણ્યા યુવાનોએ સગીરાઓની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ બૂમાબૂમ પાડતા પરિવારજનોએ બચાવી હતી. ત્રણ અજાણ્યા ઈસમોએ છેડતી બાદ મારામારી કરી હોવાની માહિતી મળી છે. મોઢેરા પોલીસ સ્ટેશનમાં યુવાનો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
મહેસાણા જીલ્લામાં બહુચરાજીના મોઢેરા ગામમાં રસ્તામાં સ્કૂલેથી પરીક્ષા આપી ઘરે જતી બે સગીરાઓની અજાણ્યા 3 યુવાનોએ છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સગીરાઓએ બૂમાબૂમ કરતા પરિવારના લોકો બચાવવા દોડી આવ્યા હતા. સગીરાઓને બચાવવા જતા યુવાનોએ પરિવારના લોકો પર હુમલો કર્યા હતો. અસામાજીક તત્વોએ સગીરાઓ સાથે બિભત્સ વર્તન, ખરાબ ચેનચાળા બાદ છેડતી કરતા ચકચાર મચી ગઈ હતી.
ત્રણ અજાણ્યા ઈસમોએ બચાવવા ગયેલી માતા, કાકી અને અન્ય શખ્સ ઉપર હુમલો કરી ફરાર થયા હતા. આ ત્રણ યુવાનો વિરૂદ્ધ મોઢેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ગઈકાલે મહેસાણા જીલ્લામાં વિજાપુરના ગુંદરાસણ ગામમાં રહેતા અનિલ ઠાકોર નામના ઈસમે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં યુવતીને બદનામ કરી ફોટા પાડી સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યા હતા. આ પરિણત યુવાને 7 મહિનાઓથી અલગ અલગ ગેસ્ટહાઉસમાં લઈ જઈ પોતાની હવસનો શિકાર બનાવી હતી. પોલીસ તપાસમાં ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપર વાયરલ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. વડનગર પોલીસ સ્ટેશનમાં ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
સુરતમાં સગીરા પરના દુષ્કર્મના કેસમાં પોલીસે ગોડાદરામાં વીઆર કોફી શોપની આડમાં ગેરકાયદે કપલ બોક્નાસ ચલાવતા કાફે સંચાલકની ધરપકડ કરી છે. તપાસમાં કાફે સંચાલક કપલ બોક્સ બનાવીને કપલ પાસેથી કલાકના રૂ.300 રૂપિયા ચાર્જ વસુલતો હોવાનું બહાર આવ્યું છે. લિંબાયતમાં 21 વર્ષીય યુવકે 15 વર્ષીય સગીરાને કાફેમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારવાના ચકચારી કેસમાં પોલીસે કાફે સંચાલકની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો:પતિની ગેરહાજરીમાં મૂકબધીર મહિલા પર આચર્યુ દુષ્કર્મ, નવજાત સાથે કર્યુ ગંદુ કામ
આ પણ વાંચો:પાટણમાં હાજીપુરમાં સગીરા સાથે દુષ્કર્મ, બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
આ પણ વાંચો:મહેસાણામાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યુ, ફોટા કર્યા હતા વાયરલ
