- દાહોદઃ ઝાલોદ-લીંબડી હાઇવે પર અકસ્માતની ઘટના
- વરોડ ગામ નજીક અકસ્માતની ઘટના
- કાર અને એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત
- અકસ્માતમાં સારવાર 3 લોકો ગંભીર રીતે ઘાયલ
- અન્ય એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત
- પોલીસને ઘટનાસ્થળે હાથ ધરી તપાસ
ગુજરાતના દિનપ્રતિ દિન માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. એક તરફ કોરોનાના લીધે લોકોના જીવ જઈ રહ્યા છે, તો બીજી બાજુ માર્ગ અકસ્માતના લીધે જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આવામાં રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદ ઝાલોદ-લીંબડી હાઇવે પર અકસ્માતની ઘટનામાં ત્રણ લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે જ્યારે એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, દાહોદના વરોડ ગામ નજીક કાર અને એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ત્રણેય ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : મહેસાણાના મહંત બળદેવગીરીજી બાપુનું નિધન, PM મોદીએ પાઠવ્યો શોક સંદેશ
આ પણ વાંચો : ડીસામાં યુપી-બિહાર જેવું ગુંડારાજ, સામાન્ય બોલાચાલીમાં દુકાનદાર પર કરાયો હુમલો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
