Amreli News : અમરેલી (Amreli)જિલ્લાના નાના સમઢિયાળા ગામમાં 2થી 3 વર્ષનો સિંહ કૂવામાં પડી (Lion Fell Into Well)જતાં વન વિભાગમાં દોડધામ મચી હતી. જસાધાર અને ખાંભા રેન્જના સ્ટાફે ગામલોકોના સહયોગથી સિંહને સુરક્ષિત (Lion Rescue)રીતે કૂવામાંથી બહાર કાઢ્યો હતો.
કૂવામાં પડ્યો સિંહ

નાના સમઢિયાળા ગામમાં સિંહ કૂવામાં પડી ગયો હોવાની જાણ થતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા જસાધાર અને ખાંભા રેન્જનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
વન વિભાગે હાથ ધર્યું રેસ્ક્યૂ (Lion Rescue)ઓપરેશન
વન વિભાગના કર્મચારીઓએ કૂવામાં પડેલા સિંહને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. ગામલોકોના સહયોગથી સિંહને કોઈ ઈજા ન થાય તે રીતે કૂવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.
સિંહને સારવાર માટે ખસેડાયો
રેસ્ક્યૂ બાદ સિંહની તબીબી તપાસ અને જરૂરી સારવાર માટે તેને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. વન વિભાગની ટીમ દ્વારા સિંહના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે.
2થી 3 વર્ષનો હોવાનું અનુમાન
પ્રાથમિક માહિતી મુજબ કૂવામાં પડેલો સિંહ અંદાજે 2થી 3 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. સિંહની તપાસ બાદ તેની હાલત અંગે વધુ વિગતો સામે આવશે.
