Jamnagar News : જામનગરમાં અસામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. નાઘેડી પાટીયા નજીક કુખ્યાત બુટલેગર (Bootlegge) રામ ઉર્ફે રામકો મોઢવાડિયા (Ramko Modhvadia)ની ગેરકાયદે હોટલ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. રામકો રૂ. 1.37 કરોડના દારૂકાંડ ((Liquor Case)માં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે.
બુટલેગર રામકા (Bootlegger) સામે કાર્યવાહી
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રામકો મોઢવાડિયાની (Ramko Modhvadia)ગેરકાયદે હોટલનું (Illegal Hotel)ડિમોલિશન કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન LCB PI વી.બી. ચૌધરી અને પંચકોશી ‘બી’ ડિવિઝનના PI વી.જે. રાઠોડ સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસ દ્વારા ગેરકાયદે મિલકતો સામે કાર્યવાહીનો દોર યથાવત્ રાખવામાં આવશે.
રૂ. 1.37 કરોડના દારૂકાંડ બાદ કાર્યવાહી
થોડા દિવસ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે નાઘેડી GIDC વિસ્તારમાં દારૂ કટિંગના સ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કુલ રૂ. 1.37 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં રૂ. 37.21 લાખની કિંમતની 10,409 બોટલ વિદેશી દારૂ, પાંચ વાહનો, ચાર મોબાઈલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે.
9 આરોપીઓ વોન્ટેડ
દારૂકાંડમાં દીપક ઉર્ફે અટાપટુ જેઠવાણી અને યુવરાજસિંહ ચુડાસમાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે રામકો મોઢવાડિયા સહિત કુલ નવ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલે પ્રોહિબિશન એક્ટ ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 111 હેઠળ ગુનો નોંધાયો છે.
રામકો સામે 49 ગુના નોંધાયેલા
પોલીસના જણાવ્યા મુજબ રામકો મોઢવાડિયા (Ramko Modhvadia)સામે જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં અગાઉથી અલગ-અલગ 49 ગુના નોંધાયેલા છે. જેમાં પ્રોહિબિશન, મારામારી અને ખંડણી સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે. દારૂકાંડ બાદ હવે તેની ગેરકાયદે મિલકત સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા અસામાજિક તત્વો અને તેમની ગેરકાયદે મિલકતો સામે કાર્યવાહી ચાલુ રાખવાની માહિતી આપવામાં આવી છે.
