સમગ્ર રાજ્યમાં કોરોનાનો બ્લાસ્ટ થયો હોય તેવા તોતિંગ કેસ નોંધાય છે. રાજ્યના આરોગ્ય વિભાગ અને સરકાર દ્વારા લેવામાં આવતા તમામ તકેદારીના પગલા કોરોના કેસ સામે વામણા પુરવાર થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આજ રોજ શુક્રવારના દિવસે રાજ્યમાં કોરોનાના 5396 કેસ નોંધાય છે. જેમાં અમદાવાદ તો ફરી એકવાર કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. રાજ્યમાં નોંધાયેલા કેસમાંથી લગભગ અડધા કેસ માત્ર અમદાવાદ ખાતે નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 2281 કેસ નોંધાય છે.
સુરત શહેરમાં 1350, સુરત ગ્રામ્ય 102 કેસ નોંધાય છે. જે સમગ્ર રાજ્યમાં બીજા સ્થાને છે. તો વડોદરામાં 239 કેસ, રાજકોટમાં 203, આણંદમાં 133, વલસાડમાં 142, ખેડામાં 104, કચ્છમાં 92, ગાંધીનગરમાં 91, કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 1158 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં વધતા કોરોના કેસને લઈ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 18583 છે. રાજ્યમાં કોરોનાથી 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,49,762 પહોંચ્યો છે. તો રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,21,541 છે. રાજ્યમાં ઓમિક્રોનના એકપણ કેસ નોંધાયો નથી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સરકાર દ્વારા રફયુની મર્યાદા વડધારી દેવામાં આવી છે. તો સાથે રાજ્યના દસ શહેરોમાં રાત્રે 10 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ નાખી દેવામાં આવ્યો છે. તો સાથે બીજા પણ અનેક નિયંત્રણો નાખી દેવામાં આવ્યો છે. રાજ્યમાં વીસકની સાથે સાથે 15 વર્ષથી ઉપરના બાળકોનું પણ રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.




પહેલી જાન્યુઆરીથી રાજ્યમાં નોંધાયેલા કેસની વિગતો

