વડોદરાની એમેસયુના આર્ટસનાં વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી ક્લાસ વગર વલખા મારી રહ્યા છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી આરંભાયેલું બિલ્ડીંગના રિનોવેશનનું કામ હજુ પણ પૂરું થયુ નથી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી…..
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પોતાના અભ્યાસને લઈને વૈશ્વિક સ્તર પર પણ એક ખાસ ઓળખ ધરાવે છે ત્યારે અલગ અલગ જેટલા 14 ફેકલ્ટી સાથે કાર્યરત આ યુનિવર્સિટીની સૌથી ઐતિહાસિક બિલ્ડીંગમાં આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ ફેકલ્ટી પણ એટલી આકર્ષક અને યુનિવર્સિટીના ઓળખ સમાન છે અને આ જ ફેકલ્ટીના મકાનના વર્ગખંડોમાં વર્ષ 2019 ના અંતથી ચાલી રહેલા કામ આજ દિન સુધી પૂર્ણ નહીં થતાં વિદ્યાર્થીઓને પોતાના વર્ગખંડ માટે વલખા મારવા પડી રહ્યા છે. મેનેજમેન્ટ દ્વારા પણ કોઈ જરૂરી સુવિધાઓ ઊભી નહીં કરાતા ચાલુ વર્ષનું સત્ર પણ શરૂ થઈ ગયું હોવા છતાં વિદ્યાર્થીઓના અભ્યાસના વર્ગો શરૂ થયા નથી.

વિદ્યાર્થીઓની વાત પ્રમાણે એક તરફ ફેકલ્ટીના મકાનનું કામ અધૂરું હોવાના કારણે તેમની પાસે વર્ગખંડ નથી ત્યારે બીજી તરફ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની વાત કરવામાં આવી રહી છે. યુનિવર્સિટીમાં વર્ગખંડનો નહીં ચાલતા હોવાના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે આવતા ટીચર્સ પણ વગર વર્ગખંડ નહિ હોવાને કારણે બેસી રહે છે.
યુનિવર્સિટીની જ્યારે પણ વાત આવે ત્યારે કોઈ સામાન્ય વ્યક્તિના જૈનમાં જે ચિત્ર સ્પષ્ટ થાય તે આ જ મકાનનું હોય છે કોઈ જાહેરાતમાં અથવા તો યુનિવર્સિટીના કોઈ એનવલપ પર પણ જે ચિત્ર છાપવામાં આવ્યું છે, તે પણ યુનિવર્સિટીના સૌથી ઐતિહાસિક મકાન એવા આર્ટસ ફેકલ્ટીનું જ છે ત્યારે આ મકાનનું ચાલી રહેલું રીનોવેશન કામ પૂર્ણ નહીં થતાં વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટેની જરૂરી સુવિધા નથી મળી રહી. જોકે આ સમગ્ર મામલે યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા આ કામ જલ્દીથી પૂરું કરવા માટે ની વાત કરી રહ્યા છે. સાથે જ વિદ્યાર્થીઓના વર્ગખંડ માટેની વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરાવવાની વાત કહી રહ્યા છે.

વિદ્યાર્થીઓના વર્ગખંડ નહીં હોવાની વાત વિદ્યાર્થીઓ કરી રહ્યા છે સાથે સાથે અધ્યાપકોનું પણ માનવું છે કે તેમને પણ વર્ગખંડ મળવાથી વિદ્યાર્થીઓના અભ્યાસની યોગ્ય વ્યવસ્થા જળવાશે ત્યારે પિયારોના જણાવ્યા પ્રમાણે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની વાત છે પરંતુ અમે પણ જ્યારે આ વર્ગખંડની મુલાકાત લીધી ત્યારે ગોકળ ગતિએ ચાલી રહેલા કામને જોઈને એ વાતનો વિશ્વાસ નથી આવતો કે જલ્દીથી કે સત્વરે આર્ટસ ફેકલ્ટીના આ વર્ગખંડોનું રીનોવેશન કામ જલ્દી પૂરું થશે એવું આશ્વાસન અપાઈ રહ્યું છે.
આ પણ વાંચો : જામનગરને સ્વસ્થ અને સ્વચ્છ શહેર કરવા વિપક્ષની માગ : ધરણા કરી આપ્યું આવેદન
