સમસ્યા/ જામનગરને સ્વસ્થ અને સ્વચ્છ શહેર કરવા વિપક્ષની માગ : ધરણા કરી આપ્યું આવેદન

સફાઈના પ્રશ્ને પણ સત્તાધારી ભાજપ નિષ્ફળ ગયો છે. તેવા આક્ષેપ સાથે આજે શહેર કોંગ્રેસના પ્રમુખની રાહબરી હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Gujarat Others Trending
જામનગર આવેદન

જામનગર શહેરમાં માત્ર ૧૩ ઇંચ જેટલા વરસાદમાં  અનેક સ્થળોએ ગાબડા પડી ગયા છે, ઉપરાંત ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે. જયારે રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. જે તમામ મુદ્દે સત્તાધારી પાર્ટી નિરાકરણ લાવવામાં નિષ્ફળ ગઈ છે તેવા આરોપો સાથે આજે શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિ. કમિશનર કચેરીના દ્વારે ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કરાયું હતું, જ્યારે ડે. કમિશનરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી.

જામનગર આવેદન

જામનગર શહેરમાં માત્ર ૧૩ ઇંચ જેટલો વરસાદ થયો છે, અને અનેક રોડ રસ્તામાં ગાબડા પડી ગયા છે. અને તંત્રની પોલ ખુલી ગઈ છે. એટલું જ માત્ર નહીં સફાઈ ના પ્રશ્ને પણ સત્તાધારી ભાજપ નિષ્ફળ ગયો છે, તેવા આક્ષેપ સાથે આજે શહેર કોંગ્રેસના પ્રમુખની રાહબરી હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિરોધ પક્ષના નેતા આનંદ રાઠોડ સહિતના કોંગી કોર્પોરેટરો તથા અન્ય કોંગી આગેવાનો કમિશનર કચેરીના દ્વારે ધરણા પર બેસી ગયા હતા, અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સફાઈ, પાણી, રોડ- રસ્તા તેમજ રખડતા ઢોર અને લમ્પિ વાયરસગ્રસ્ત ગાયોના મોત  સહિતના મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો અને જામનગરની જનતાને વહેલી તકે ન્યાય મળે તેવી માંગણી સાથેનું આવેદનપત્ર ડે.કમિશનરને પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી.

આ પણ વાંચો : વલસાડમાં વિદ્યાર્થીને રમવું હતું વિડીયોગેમ અને માતાએ શાળાએ સ્કુલે જવાનું કહેતા બાળકે લગાવી મોતની છલાંગ