ઉર્ફી જાવેદ તેની અનોખી ફેશન દ્વારા રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. તેની ટીવી સિરિયલ વિશે કોઈ જાણતું હોય કે ન હોય, તેના લુકના લાખો ચાહકો છે. ઉર્ફીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બિન્દાસ અને સ્પષ્ટવક્તા ઉર્ફી હંમેશા તેના કપડાં સાથે પ્રયોગ કરતી રહે છે. બુધવારે, તે ફરી એકવાર મુંબઈમાં જોવા મળ્યી હતી. ઉર્ફીએ બ્લેક કલરનો પારદર્શક કટઆઉટ ડ્રેસ પહેર્યો હતો. આ સાથે, તેણીએ વાળનો બન બનાવ્યો અને કાળી હાઈ હીલ્સ પહેરી.
યુઝર્સે કરી ટ્રો
આ વીડિયો સામે આવ્યા બાદ ઉર્ફી ફરી એકવાર ટ્રોલ થવા લાગી છે. એક યુઝરે કમેન્ટ કરી, ‘ફેમસ થવા માટે કંઈપણ.’ બીજાએ લખ્યું, ‘તેના કપડા સસ્તા દરજીએ સિલાઈ કર્યા હોય તેવું લાગે છે.’ એક યુઝરે લખ્યું, ‘ડ્રેસની બદનામી.’
https://www.instagram.com/reel/CgOiudyDWri/?utm_source=ig_embed&ig_rid=7fd06f14-8523-483a-a0d7-3d9a317cfe0e
રણવીરે કહ્યું ફેશન આઇકોન
તાજેતરમાં, જ્યારે રણવીર સિંહે તેને ‘કોફી વિથ કરણ 7’માં ફેશન આઇકોન તરીકે ઓળખાવ્યો ત્યારે ઉર્ફી જાવેદ ખૂબ જ ખુશ હતી. ઉર્ફીએ કહ્યું કે તેના માટે વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જ્યારે રણવીરની ટિપ્પણી બાદ ઉર્ફીને જોવામાં આવી ત્યારે તેણે ટી-શર્ટ પહેરી હતી જેમાં રણવીરનો ફોટો છપાયેલો હતો.
