બજાજ ચેતકનો નવો ઇતિહાસ: EV માર્કેટમાં આ જૂના અને જાણીતા સ્કૂટરે મચાવી ધૂમ,બનાવ્યો મોટો રેકોર્ડ!
ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં એક જમાનામાં જેનું એકચક્રી શાસન હતું,તે ‘બજાજ ચેતક’ (Bajaj Chetak) આજે ઇલેક્ટ્રિક અવતારમાં પણ ધમાકો કરી રહ્યું છે.દેશના ખૂણે-ખૂણામાં જાણીતા આ સ્કૂટરે હવે ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સેગમેન્ટમાં એક નવો અને ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ગ્રાહકોની પહેલી પસંદ કેમ બન્યું ચેતક EV?
ભૂતકાળમાં ‘હમારા બજાજ‘ ટેગલાઇનથી લોકોના દિલ જીતનાર ચેતકે બદલાતા સમય સાથે પોતાની ઓળખ જાળવી રાખી છે.તેની આ સફળતા પાછળ કેટલાક ખાસ કારણો જવાબદાર છે.
મજબૂત મેટલ બોડી:
આજના પ્લાસ્ટિક બોડીવાળા સ્કૂટર્સના જમાનામાં પણ બજાજ ચેતક તેની પરંપરાગત અને મજબૂત મેટલ બોડી સાથે આવે છે,જે ગ્રાહકોને વધુ સુરક્ષા અને ટકાઉપણું આપે છે.
આધુનિક અને હાઈટેક ફીચર્સ:
આ ડિજિટલ યુગમાં ચેતક સ્માર્ટ કનેક્ટિવિટી,બ્લૂટૂથ નેવિગેશન,ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને શાનદાર રાઇડિંગ મોડ્સ જેવા પ્રીમિયમ ફીચર્સથી સજ્જ છે.
વિશ્વસનીય પરફોર્મન્સ:
બજાજનો દાયકાઓ જૂનો ભરોસો અને તેની દમદાર બેટરી લાઇફ તેમજ રેન્જ ગ્રાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
EV માર્કેટમાં બજાજની મજબૂત પકડ
” બજાજ ચેતકે સાબિત કરી દીધું છે કે ક્લાસિક લુક અને મોડર્ન ટેકનોલોજીનું મિશ્રણ સુપરહિટ ફોર્મ્યુલા છે. ” શરૂઆતમાં ઇલક્ટ્રિક માર્કેટમાં સ્ટાર્ટઅપ કંપનીઓનો દબદબો હતો,પરંતુ બજાજ ઓટોએ પોતાના ક્લાસિક બ્રાન્ડ નેમ ‘ચેતક’ સાથે એન્ટ્રી કરીને આખું ચિત્ર બદલી નાખ્યું છે.8 લાખથી વધુ પરિવારો સુધી પહોંચીને આ સ્કૂટરે ઇન્ડસ્ટ્રીમાં નવા બેન્ચમાર્ક સેટ કર્યા છે જો તમે પણ એક મજબૂત,ભરોસાપાત્ર અને આધુનિક ફીચર્સવાળું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો,તો બજાજ ચેતક આજે પણ દેશના મધ્યમવર્ગીય પરિવારોની યાદીમાં સૌથી ઉપર છે.
આ પણ વાંચો :પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર અને બજાજ કંપની સાથે LOA સંપન્ન…
આ પણ વાંચો :શેરબજારમાં આજે બજાજ હાઉસિંગનું બમ્પર લિસ્ટિંગ, પૈસા ડબલ થતા રોકાણકારોને જોરદાર કમાણી
આ પણ વાંચો :બજાજ કંપનીએ આજે લોન્ચ કરી વિશ્વની સૌ પ્રથમ CNG Bike, શું છે નામ જાણો વધુ વિશેષતા
