Food Tips/ ઘરે જ બનાવો ઘઉંના લોટમાંથી મેંદો…એક વાર આ પદ્ધતિ જાણી લો…બજારમાંથી નહિં લાવો!

મોટેભાગે લોકો બજારમાંથી મેંદો ખરીદતા હોય છે પરંતુ આ Maida માં ભેળસેળની સમસ્યા હોઇ શકે છે. એને ઘરે બનાવવા (Homemade Maida) માટે…

Trending Tips & Tricks Food Lifestyle
Homemade Maida બનાવવા માટેની સરળ પદ્ધતિ!

Food Tips: તમે ઘરે જ ઘઉંના લોટનો ઉપયોગ કરીને શુદ્ધ મેંદો (Pure Homemade Maida) બનાવવા ઈચ્છતા હો તો અહિં એની રેસિપી હાજર છે…તો ચાલો જાણી લઇએ, ઘઉંના લોટમાંથી મેંદો બનાવવાની વિધિ અંગે…

મેંદાનો વપરાશ અનેક જાતના પકવાન બનાવવામાં થાય છે. વિશેષ કરીને, તહેવારોની સિઝનમાં તો મેંદા (Maida)નો વપરાશ વધી જાય છે અને એની અનેકવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. તહેવારોની સિઝન (Festival Season) શરુ થઈ ચૂકી છે અને બધાના ઘરમાં જાત-જાતની અને ભાત-ભાતની વાનગીઓ બનાવવામાં આવશે. આ વાનગીઓમાં મેંદાનો વપરાશ થાય છે…જેમ કે, મેંદાના સમોસા, કચોરી, મઠરી, ફરસી પુરી, ઘૂઘરા, ગુલાબજાંબુ વગેરે…

આ વાનગીઓ બનાવવા માટે મોટેભાગે લોકો બજારમાંથી મેંદો ખરીદતા હોય છે પરંતુ આ મેંદામાં ભેળસેળની સમસ્યા હોઇ શકે છે. એને સફેદ બનાવવા માટે બેન્ઝાઈલ પેરોક્સાઈડ અથવા ઑલૉક્સન (Benzoyl peroxide or Alloxan) જેવા કેમિકલ અને બ્લીચીંગ એજન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ સંજોગોમાં જો તમે ઘરે જ ઘઉંના લોટનો ઉપયોગ કરીને શુદ્ધ મેંદો (Pure Maida) બનાવવા ઈચ્છતા હો તો અહિં એની રેસિપી હાજર છે…તો ચાલો જાણી લઇએ, ઘઉંના લોટમાંથી મેંદો બનાવવાની વિધિ અંગે…

ઘરે મેંદો બનાવવાની વિધિ

ઘરે મેંદો બનાવવાની વિધિ (Homemade Maida Tips)

1. સૌપ્રથમ ઘઉંનો લોટ લઈ લો. જો તમારે 500 ગ્રામ મેંદો (Homemade Maida) જોઈતો હોય તો 1 કિલો ઘઉંનો લોટ (Wheat Flour) લેવાનો રહેશે.

2. ત્યાર બાદ, એક મોટો બાઉલ લો અને એના પર એક સ્વચ્છ મલમલનું કપડું બાંધી દો.

3. આ કપડાપર ચમચીની મદદથી લોટ નાખતા જાઓ અને હાથની મદદથી એને ચાળતા જાઓ.

4. અહિં ધ્યાન રાખવું કે લોટ પૂરી રીતે ચાળવાનો નથી, એનો જાડો ભાગ અન્ય પ્લેટમાં કાઢતા રહેવું.

5. લોટને આ રીતે ચાળ્યા બાદ કપડું દૂર કરી દો અને અંદર જે મેંદો ચળાયો હોય એને અન્ય બાઉલમાં કાઢી લો.

6. આ રીતે એક કિલો લોટમાંથી અડધો કિલો મેંદો (Homemade Maida) નીકળશે. બાકીના વધેલા ચળામણને તમે હાઈ-ફાઈબર રોટલી (High Fiber Roti) બનાવવા માટે અથવા તો રોટલીના અટામણ તરીકે વાપરી શકો છો.

લોટને સ્ટોર કરવો

તો તૈયાર છે તમારો હોમમેઇડ મેંદો…એને તમે કોઈ ડબ્બામાં સ્ટોર કરી શકો છો અને જ્યારે જરુર હોય ત્યારે વાપરી શકો છો. જો લાંબો સમય સુધી મેંદો રાખવાના હો તો એને એક ડબ્બા કે ડબલ પોલીથીનમાં રાખીને ફ્રીઝમાં સ્ટોર કરી રાખવાથી એ સારો રહે છે.


આ પણ વાંચો: લોટમાં મિક્સ કરી દો બસ એક વસ્તુ…ખૂમચા જેવી ક્રિસ્પી પાણીપુરી બનશે! જાણો સિક્રેટ ટ્રિક..!

આ પણ વાંચો:   મેંદો નહીં…સોજીથી બનશે હૅલ્ધી ક્રિસ્પી ચીલા પિત્ઝા…ગણતરીની મિનિટોમાં થશે તૈયાર!

આ પણ વાંચો: ચોમાસામાં મેંદો અને ચણાનો લોટ જીવાતથી બગડી જાય છે? અજમાવો આ 3 અચૂક ઘરગથ્થુ નુસ્ખા અને રાખો લોટને એકદમ ફ્રેશ