ગુહાવટી,
બે ટેસ્ટ મેચની શ્રેણી બાદ રવિવારથી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ વન-ડે મેચની શ્રેણીનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે હવે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા ગુહાવટીમાં રમાનારી પહેલી વન-ડે માટે ૧૨ સભ્યોની ટીમની પસંદગી કરાઈ છે.
Announcement: #TeamIndia announce the 12 for the 1st ODI in Guwahati against West Indies #INDvWI pic.twitter.com/j32SXgSFTT
— BCCI (@BCCI) October 20, 2018
વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી પહેલી વન-ડે માટે ભારતીય ટીમની કમાન વિરાટ કોહલીને આપવામાં આવી છે.

૧૨ સભ્યોની ટીમમાં મનીષ પાંડે અને કે એલ રાહુલને સ્થાન આપવામાં આવ્યું નથી, જયારે વન-ડે કેરિયરમાં માત્ર ૨ વિકેટ લેનારા ખલીલ અહેમદને સ્થાન આપવામાં આવ્યું છે.
૧૨ સભ્યોની ભારતીય ટીમ :
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડુ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), વૃષભ પંત, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ખલીલ અહમદ, ઉમેશ યાદવ
