Family Planning: આજના સમયમાં ખરાબ જીવનશૈલી અને ખોટા ખાનપાનને કારણે ઘણા કપલ્સને સંતાનપ્રાપ્તિમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આપણે ઘણીવાર માનીએ છીએ કે બધું જ હેલ્ધી ફૂડ શરીર માટે સારું હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા પણ ખોરાક છે જે તમારી ફર્ટિલિટી (Fertility) એટલે કે પ્રજનન ક્ષમતાને નુકસાન પહોંચાડી શકે છે? જો તમે ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો તમારે તમારા ડાયેટ ચાર્ટમાંથી કેટલીક વસ્તુઓ પર તરત જ કાતર ફેરવવી જોઈએ.
કયા ફૂડ્સ ફર્ટિલિટી માટે છે જોખમી?
1.પ્રોસેસ્ડ અને રેડ મીટ
વધુ પડતું રેડ મીટ ખાવાથી શરીરમાં હોર્મોનલ અસંતુલન થઈ શકે છે. તેમાં રહેલી સેચ્યુરેટેડ ફેટ પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઘટાડી શકે છે અને સ્ત્રીઓમાં ઓવ્યુલેશનની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરી શકે છે.
2.વધુ પડતી ખાંડ અને સોડા
સોડા, એનર્જી ડ્રિંક્સ અને વધુ પડતી ખાંડવાળા ખોરાક ઇન્સ્યુલિન લેવલ વધારે છે. આનાથી હોર્મોન્સ ગડબડાય છે, જે ફર્ટિલિટી પાવરને સીધી અસર કરે છે.
3.ફ્લેક્સ સીડ્સનું વધુ પડતું સેવન:
ભલે અળસી સ્વાસ્થ્ય માટે સારી ગણાય, પરંતુ વધુ પડતા પ્રમાણમાં તે એસ્ટ્રોજન હોર્મોન પર અસર કરી શકે છે. સંતાનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા કપલ્સે તેનું મર્યાદિત સેવન કરવું જોઈએ.
4.ઈલાયચી અને તજ:
કેટલાક સંશોધનો મુજબ, ઈલાયચી કે તજનું અતિશય સેવન પ્રજનન અંગો પર નકારાત્મક અસર કરી શકે છે. જોકે તે મસાલા તરીકે સુરક્ષિત છે, પણ તેનો વધુ પડતો ઉપયોગ ટાળવો હિતાવહ છે.
5.જીવનશૈલીની આ ભૂલો પર લગાવો બ્રેક
તણાવ (Stress): સતત માનસિક તણાવ હોર્મોન્સને નુકસાન પહોંચાડે છે, જે ફર્ટિલિટી (Fertility) ઘટાડવાનું મુખ્ય કારણ છે.
ઊંઘનો અભાવ: પૂરતી ઊંઘ ન લેવાથી પ્રજનન ક્ષમતા માટે જરૂરી હોર્મોન્સનું ઉત્પાદન ઘટી જાય છે.
દારૂ અને ધૂમ્રપાન: આ બંને આદતો સીધી રીતે સ્પર્મ અને એગની ક્વોલિટીને બગાડે છે.
શું ખાવું જોઈએ? (Fertility)
ફર્ટિલિટી (Fertility) વધારવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી, સીઝનલ ફળો, અખરોટ અને કઠોળનો સમાવેશ કરવો જોઈએ. સાથે જ નિયમિત કસરત અને યોગ કરવાથી પણ ઘણો ફાયદો થાય છે.
તમારું શરીર જેવું ખોરાક લેશે, તેવી જ રીતે તે પ્રતિસાદ આપશે. ફેમિલી પ્લાનિંગ દરમિયાન યોગ્ય આહાર અને તણાવમુક્ત જીવન એ જ સફળ સંતાનપ્રાપ્તિની ચાવી છે.
આ પણ વાંચો: શું તમે ઇનફર્ટિલિટી પાછળના આ છુપાયેલા કારણો જાણો છો? પુરુષ અને મહિલા બંનેમાં હોઈ શકે છે આ સમસ્યા
આ પણ વાંચો:શું તમે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરી શકો છો? જાણો કમ્યુનિકેશન ગેપ દૂર કરવાની રીતો!
આ પણ વાંચો: તમારા બેડરૂમને બનાવો ‘સેન્સિટિવ ઝોન’! આ ટિપ્સથી બેડરૂમનો માહોલ બનશે વધુ ઇન્ટેન્સ અને રોમાંચક






