Lifestyle/ રક્ષાબંધનને ગણતરીના કલાકો…ઝટપટ બનાવો બ્રેડ ગુલાબ જાંબુ…મીઠી મધુરી સરળ મીઠાઈ..!

અહિં Bread Gulab Jamun એવી રેસિપી દર્શાવીશું કે તમે ઓછામાં ઓછા સમયમાં સ્વાદસભર મીઠાઈ બનાવી શકો છો. આમ કરીને તમે બનાવટી માવા કે પનીરની…

Trending festival Food Lifestyle
Bread Gulab Jamun...આ રક્ષાબંધન પર બનાવો ઝટપટ...ફટાફટ મીઠાઈ!

Lifestyle: રક્ષાબંધન જેવા મોટા તહેવારે બજારોમાં મીઠાઈઓ (Rakshabandhan 2026 Sweet) ની ધૂમ ખરીદી થાય છે અને આ તહેવારની સિઝનમાં માર્કેટની મીઠાઈમાં ભેળસેળ (Alterated Sweets)ની આશંકા રહે છે અને ક્વૉલિટીની ચિંતા પણ રહે છે. અહિં તમને ઝટપટ બની જતી બ્રેડ ગુલાબજાંબુ (Bread Gulab Jamun Recipe)ની રેસિપી દર્શાવીશું.

જો તમે બજારમાંથી મીઠાઈ ખરીદવા ન ઈચ્છતા હો તો અથવા હજુ સુધી તમને મીઠાઈ ખરીદવાનો સમય ન મળ્યો હોય તો તમે તમારા ભાઈ માટે પ્રેમપૂર્વક અને આસાનીથી ઘરે જ મીઠાઈ બનાવી શકો છો.

તમને અહિં એવી રેસિપી દર્શાવીશું કે તમે ઓછામાં ઓછા સમયમાં સ્વાદસભર મીઠાઈ બનાવી શકો છો. આમ કરીને તમે બનાવટી માવા કે પનીરની મીઠાઈઓ ખાવા કે ખવડાવવાથી બચી જશો! અહિં તમને ઝટપટ બનતી મીઠાઈઓનું લિસ્ટ આપેલું છે જે તમને આ તહેવારે મદદરુપ થઇ શકશે. લાંબી ઝંઝટમાં પડ્યા વિના જ તમે બળેવના પાવન પર્વે (Balev Festival) કેટલીક સરળ રેસિપી બનાવી શકો છો જેવી કે…

Homemade Sweets

રક્ષાબંધન નિમિત્તે સરળ રેસિપી (Rakshabandhan 2026 Homemade Sweets)

1. બ્રેડના ગુલાબજાંબુ

2. નારિયેળની બરફી

3. બેસનની બરફી

4. બ્રેડ મલાઈ રોલ

5. બિસ્કીટની બરફી

6. મખાનાની બરફી

7. સોજીનો હલવો

8. શાહી ટુકડા

9. પનીરની બરફી

10. ઘઉંના લોટનો શીરો

બ્રેડ ગુલાબ જાંબુ બનાવવાની સરળ રેસિપી (Bread Gulab Jamun Recipe)

ઉપર જણાવેલી યાદીમાંથી અહિં તમને બ્રેડ ગુલાબ જાંબુ બનાવવાની સરળ રેસિપી દર્શાવીશું.

બ્રેડ ગુલાબ જાંબુ બનાવવા માટે તમને આટલી સામગ્રીની આવશ્યકતા રહેશે.

સામગ્રી

12 સફેદ બ્રેડ

1.5 કપ ખાંડ

1.5 કપ પાણી

1 ચમચી ઈલાયચી પાવડર

આવશ્યકતા અનુસાર કાજૂ બદામ

8 કેસરના તાંતણા

2 કપ દૂધ

બ્રેડ ગુલાબજાંબુ રેસિપી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ દૂધ (Milk)ને ઉકાળવા માટે મૂકી દેવું. ત્યાં સુધી પકાવવું જ્યાં સુધી 1 કપ જેટલું રહી જાય.

2. હવે બ્રેડ (Bread) તોડીને બારીક પીસી લો. આ ભૂકાને દૂધમાં સારી રીતે મિક્સ કરી લો.

3. હવે ચાસણી બનાવવાની તૈયારી કરો. આ માટે પાણી અને ખાંડ મિક્સ કરીને 1 તાર બને ત્યાં સુધી ગરમ થવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું.

4. ત્યારબાદ એમાં કેસરના તાંતણા ઉમેરી દેવા. એમાં ઈલાયચી પાવડર મિક્સ કરી લો જેથી ચાસણીની સરસ સુગંધ આવશે અને ટેસ્ટ પણ વધી જશે.

5. હવે કાજુ-બદામની કતરણ મિક્સ કરો. તમને પસંદ હોય એ ડ્રાયફ્રુટ (Dry Fruits) તમે ઉમેરી શકો છો.

6. ત્યાર બાદ, એમાં બ્રેડના લોટના ગોળા બનાવીને એમાં આ મેવો ભરી લો.

7. મેવો ભરેલા ગોળાઓને ગરમ ચાસણીમાં બે કલાક માટે ડૂબાડી રાખો જેથી એ સરસ ફૂલી જશે.

તો તૈયાર છે તમારા સૂકામેવાથી ભરપૂર બ્રેડ ગુલાબજાંબુ…આ અલગ જાતની મીઠાઈ ખાઈને તમારો ભાઈ તથા કુટુંબીજનો ખુશ થઇ જશે!


આ પણ વાંચો: શ્રાદ્ધના દિવસોમાં બનાવો આ સ્વાદિષ્ટ કેરેમલ ખીર…ફટાફટ બનશે આ રેસિપી!

આ પણ વાંચો: રક્ષાબંધન પર બનાવો ખજૂરના હૅલ્ધી પેંડા…એ પણ ખાંડ વિના…સૌને ઇમ્પ્રેસ કરી દો!

આ પણ વાંચો: તમે ક્યારેય ચોખાના રસગુલ્લા ખાધા છે ખરાં? આ રેસિપીથી કૂકરમાં ફટાફટ થશે તૈયાર!