Lifestyle/ રક્ષાબંધન પર બનાવો ખજૂરના હૅલ્ધી પેંડા…એ પણ ખાંડ વિના…સૌને ઇમ્પ્રેસ કરી દો!

વધતી જતી મોંઘવારીમાં અને ખાંડના વધતા ભાવો જોતા આ Khajoor Peda ઘરે જ તૈયાર કરવી એક બહેતરીન વિકલ્પ રહેશે…ખાંડનો ઉપયોગ કરવાની સહેજે જરુર…

Trending festival Food Lifestyle
Khajoor Peda...ખાંડ વિનાની એક બહેતરીન મીઠાઈ..!

Lifestyle: રક્ષાબંધને (Rakshabandhan 2026) મહેમાનો માટે મીઠાઈ બનાવવાની પરંપરા છે. આ વખતે તમે એક નવીન તરેહના પેંડા બનાવી શકો છો…ખજૂરના પેંડા (Khajoor Peda Recipe)! આ રેસિપીની વિશેષ બાબત એ છે કે, એને બનાવવા માટે સહેજ પણ ખાંડનો ઉપયોગ કરવાનો રહેશે નહિં. તો ચાલો જાણીએ, એને ઘરે જ સરળ રીતે બનાવવાની રેસિપી વિશે…

રક્ષાબંધન ભાઈ-બહેનના સંબંધોમાં મીઠાશ (Brother-Sister Love) ઘોળવાનો અને પરિવારમાં આનંદ-પ્રમોદ કરવાનો અવસર હોય છે. આ ખાસ દિવસે ઘરમાં અનેકવિધ વાનગીઓ અને વ્યંજનો બનાવવામાં આવે છે.

ખાસ કરીને જ્યારે ઘરે મહેમાનો (Guests) આવવાના હોય ત્યારે કશુંક એવું બનાવવાનું મન થઇ જાય છે કે જે સ્વાદિષ્ટ હોવા સાથે કંઇક ‘હટ કે’ હોય! હાલ નકલી માવા અને પનીર (Alterated Mawa & Paneer)ના સમાચારો સુર્ખીઓમાં છે ત્યારે તમે બજારમાંથી ખાંડની બનેલી ભેળસેળની આશંકાયુક્ત મીઠાઈઓ લાવવાના બદલે ખજૂરનાં પેંડા ઘરે જ બનાવી શકો છો.

ખાંડના વધતા ભાવોની અસર

વધતી જતી મોંઘવારીમાં અને ખાંડ (Sugar)ના વધતા ભાવો જોતા આ મીઠાઈ ઘરે જ તૈયાર કરવી એક બહેતરીન વિકલ્પ રહેશે. એને સરળતાથી ઓછા સમયમાં જ તૈયાર કરી શકાય એવી આ વાનગી છે.

ખજૂરમાં કુદરતી મીઠાશ હોય છે અને આથી જ એના પેંડા બનાવતી વખતે અંદર એક્સ્ટ્રા ખાંડ ઉમેરવાની આવશ્યકતા રહેશે નહિં (sugar-free sweet). ખજૂર અને ડ્રાય ફ્રુટનો સ્વાદ તહેવારને વિશેષ બનાવી દેશે. આ રક્ષાબંધન માટે અગાઉથી જ આ રેસિપી તમે બનાવીને રાખી શકો છો. તો જોઇએ એને બનાવવાની વિધિ અને સામગ્રી વિશે…

શી રીતે બનાવશો ખજૂરના પેંડા? (Khajoor Peda Recipe)

ખજૂરના પેંડા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

ખજૂરના પેંડા બનાવવા માટેની સામગ્રી

સામગ્રી

3-4 ચમચી ઘી

1 ચમચી સોજી

300 ગ્રામ ખજૂરની પેસ્ટ

1 કપ છીણેલું નાળિયેર

4-5 જરદાળુ અને અંજીર

7-8 બદામ અને પિસ્તા

સજાવટ માટે (વૈકલ્પિક)

શેકેલું નારિયેળ

કન્ડેન્સ્ડ મિલ્ક

ચાંદીનો વરખ

ગુલાબની પાંખડીઓ

પિસ્તા

ખજૂરના પેંડા બનાવવાની વિધિ

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ ખજૂરને પલાળીને એના બીજ કાઢી લેવા અને એની પેસ્ટ બનાવી લેવી.

2. હવે એક જાડા તળિયાવાળી કડાઈમાં ઘી મૂકો અને એમાં સોજી શેકી લો. 2-3 મિનિટમાં લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવી.

3. એમાં ખજૂરની પેસ્ટ ઉમેરીને એને મધ્યમ તાપે લગભગ 5-6 મિનિટ સુધી શેકી લો.

4. જ્યારે એ શેકાય ત્યારે એમાં 1-2 ચમચી બીજું ઘી અને તાજું છીણેલું નાળિયેર ઉમેરો અને લગભગ 10 મિનિટ સુધી પકાવી લો.

5. એમાં બારીક સમારેલા ડ્રાય ફ્રુટ્સ (Dry Fruits) જેવા કે જરદાળુ, અંજીર, બદામ અને પિસ્તા ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.

6. એક બાઉલમાં એને ઠંડું થવા દો. ત્યારબાદ હથેળીમાં ઘી લગાવીને એના નાના-નાના પેંડા બનાવી લો અને એને શેકેલા નારિયેળમાં રગદોળો.

તો તૈયાર છે તમારા ઘરે બનાવેલા ખજૂરના પેંડા…એને તમે ઈચ્છો તો કન્ડેન્સ્ડ મિલ્ક, ચાંદીનો વરખ, ગુલાબની પાંખડીઓ અને પિસ્તા વડે સજાવી લો. આ રક્ષાબંધને આ વિશેષ મીઠાઈ વડે તમે તમારા ભાઇનું દિલ અવશ્ય જીતી લેશો!


આ પણ વાંચો: શ્રાદ્ધના દિવસોમાં બનાવો આ સ્વાદિષ્ટ કેરેમલ ખીર…ફટાફટ બનશે આ રેસિપી!

આ પણ વાંચો: મસ્ત વઘારવાળી કઢી બનાવો, આ રેસિપીથી!…બધા આંગળા ચાટી જશે!

આ પણ વાંચો: તમે ક્યારેય ચોખાના રસગુલ્લા ખાધા છે ખરાં? આ રેસિપીથી કૂકરમાં ફટાફટ થશે તૈયાર!