Kheda News/ મહેમદાવાદમાં વરસાદી પાણીથી ખેડૂતોને મોટું નુકસાન, 1,000 વીઘા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ

Farmer Loss: ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના છાપરા ગામમાં ભારે વરસાદ બાદ ખેડૂતોના ખેતરોમાં ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. આશરે 200 ખેડૂતોની 1,000 વીઘા જમીનમાં રોપાયેલો ડાંગરનો પાક પાણીમાં ગરકાવ

Gujarat Trending
Farmer Loss: 200 ખેડૂતોને મોટું નુકસાન

Kheda Rain News: ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના છાપરા ગામમાં (Chapra Village) ભારે વરસાદને (Mehmedabad Rain) પગલે ખેડૂતોના ખેતરોમાં ચાર ફૂટ સુધી વરસાદી પાણી (Farmer Loss )ભરાઈ ગયું છે. પાણીનો નિકાલ ન થતાં સમગ્ર ખેતી વિસ્તાર જળબંબાકાર બન્યો છે.

Farmer Loss: 200 જેટલા ખેડૂતોની જમીન પાણીમાં ગરકાવ

સતત વરસાદના કારણે ગામના આશરે 200 જેટલા ખેડૂતોની ખેતીલાયક જમીન પાણીમાં ડૂબી ગઈ છે. ખેતરોમાં પાણી ભરાતા કૃષિ કામગીરી સંપૂર્ણપણે અટકી ગઈ છે.

1,000 વીઘામાં રોપાયેલો ડાંગરનો પાક જોખમમાં

અસરગ્રસ્ત વિસ્તારમાં અંદાજે 1,000 વીઘા જમીનમાં ડાંગરનો પાક (Paddy Crop Damage) રોપવામાં આવ્યો હતો. પરંતુ ભારે વરસાદ બાદ આખો પાક પાણીમાં ગરકાવ થતાં પાકને ભારે નુકસાન થવાની શક્યતા ઊભી થઈ છે.

વીઘા દીઠ રૂ.5,000નો ખર્ચ પાણીમાં

ખેડૂતોના જણાવ્યા અનુસાર, ડાંગરનું વાવેતર અને રોપણી માટે વીઘા દીઠ અંદાજે રૂ.5,000 જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. હવે પાક લાંબા સમય સુધી પાણીમાં રહેતાં આ ખર્ચ પણ વ્યર્થ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.ખેડૂતો હાલ ખેતરોમાંથી પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે. જો આગામી દિવસોમાં પાણીનો નિકાલ નહીં થાય તો ડાંગરનો પાક સંપૂર્ણપણે નાશ પામવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

માતરમાં વરસાદી પાણીથી જળબંબાકાર સ્થિતિ

જિલ્લાના માતર તાલુકામાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે.બામણગામ-દલોલી માર્ગ પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે. માર્ગ પરથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વરસાદી પાણીના ભરાવાને કારણે વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ તેમજ કારખાનાઓમાં પણ પાણી ઘૂસી ગયા છે. જેના કારણે વેપાર-ઉદ્યોગની કામગીરી પર અસર પડી છે.ભારે વરસાદના કારણે બામણગામની અંદાજે 2,000 વિઘા, દલોલીની આશરે 3,000 વિઘા અને વાલોત્રી ગામની લગભગ 1,200 વિઘા ખેતીની જમીન જળમગ્ન બની છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

તંત્ર પાસે સહાય અને પાણીના નિકાલની માંગ

અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સ્થાનિક વહીવટી તંત્ર સમક્ષ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા, પાકનું સર્વેક્ષણ કરવા તેમજ નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર અને સહાય આપવાની માંગ કરવામાં આવી છે.


આ પણ વાંચો: આણંદના તારાપુરના ભાલ વિસ્તારમાં જળબંબાકાર: 48 કલાકમાં 14 ઇંચ વરસાદ, 25 હજાર વિઘા ખેતી પાણીમાં ગરકાવ

આ પણ વાંચો: પાટણના ચારણકામાં ભારે વરસાદનો કહેર: એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક પાણીમાં ગરકાવ, ભયાવહ દૃશ્યો સામે આવ્યા

આ પણ વાંચો: સુરતના સાણિયા હેમાદ ગામમાં વરસાદ બાદ પણ પાણીનો ભરાવો યથાવત, ગ્રામજનોમાં રોષ