Kheda News/ નડિયાદમાં બેફામ બાઇકરે સાત વર્ષની બાળકીનો ભોગ લીધો

નડિયાદમાં બાઇકરો કેવા બેફામ બન્યા તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. બેફામ બાઇકરે સાત વર્ષની બાળકીનો જીવ લીધો હતો. તંત્ર આવા તત્યોને નશ્યત કરે તે જરૂરી છે, નહીં તો બાળકો રસ્તા પર તો શું ઘરમાં પણ સલામત નહીં રહે.

Top Stories Gujarat Others Breaking News
નડિયાદમાં બાઇકરે બેફામ રીતે વાહન ચલાવીને સાત વર્ષની બાળકીને કચડી નાખી હતી.

Kheda News:  નડિયાદ (Nadiad) માં બેફામ બનેલા બાઇક સવારે (Biker) માસૂમનો ભોગ લીધો હતો. બેફામ બાઇક દોડાવતા બાઇક સવારે સવારે રમતી બાળકી (Child) ને કચડી નાખી હતી. નડિયાતની ફતેપુરા કેનાલ પાસે આ ગોઝારો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સાત વર્ષની બાળકીનું મૃત્યુ થયુ હતું.

નડિયાદમાં બાઇકરે બેફામ રીતે વાહન ચલાવીને સાત વર્ષની બાળકીને કચડી નાખી હતી.

નડિયાદમાં અકસ્માત

નડિયાદમાં અકસ્માત (Accident) ના પગલે બાઇક ચાલકે સંતુલન ગુમાવ્યુ હતુ અને ગબડી પડ્યો હતો. સ્થાનિકોએ બેફામ રીતે બાઇક ચલાવતા પકડીને તેને બરોબરનો મેથીપાક આપ્યો હતો. તેના પછીતેને પોલીસને સોંપવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે પોલીસ આવી પહોંચી હતી. પોલીસે બાઇકચાલક યુવાનની ધરપકડ કરી હતી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેનો પછી ફોરેન્સિક રિપોર્ટ આવશે.
નડિયાદમાં બાઇકરે બેફામ રીતે વાહન ચલાવીને સાત વર્ષની બાળકીને કચડી નાખી હતી.

બાઇકરે સર્જયો અકસ્માત

નડિયાદમાં અકસ્માતની ઘટના બનતાં સ્થાનિકોના ટોળેટોળા એકત્રિત થયા હતા. બાળકીનું અકસ્માતના પગલે ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. તેના કારણે કુટુંબ પર આભ તૂટી પડ્યુ હતુ. કલ્પના પણનહીં હોય કે સવારે ઘરઆંગણે હસતીખેલતી બાળકીને આ રીતે કોઈ બાઇકચાલક ઉડાવી દેશે. હસતીરમતી બાળકી પલભરમાં મૃત્યુને ભેટશે તેવી તો કલ્પના પણ ક્યાંથી આવે. તેના કારણે કુટુંબમાં રોક્કળ હતા, એકદમ ગમગીનીનું વાતાવરણ છવાઈ ગયું હતું. નાની બાળકીના મોતના કારણે આખી સોસાયટીમાં જાણે ગમગીની છવાઈ ગઈ હતી. લોકો ઉદાસ થઈ ગયા હતા.
નડિયાદમાં બાઇકરે બેફામ રીતે વાહન ચલાવીને સાત વર્ષની બાળકીને કચડી નાખી હતી.

બાળકીના મોતથી લોકોમાં આક્રોશ

નડિયાદમાં અકસ્સામાતની ઘટના સાથે લોકોમાં બેફામ વાહન ચલાવનારાઓમાં આક્રોશ પણ હતો. રસ્તાને હાઇવે (Highway) માનીને વાહન ચલાવનારાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ હતી. રસ્તા પર યમદૂત બનીને ફરતા આ વાહનચાલકોને કાયદાકીય રીતે આકરી નશ્યત કરવી જરૂરી છે. રસ્તાને રેસિંગ કોર્સ (Racing Course) સમજતા આવા તત્વોને ડામવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આવા તત્વોની અને અકસ્માતોની અને તેમાં જીવ ગુમાવનારાઓની સંખ્યા સતત વધતી જ જવાની છે તેવું લોકોનું માનવું હતું. પોલીસે પણ બાઇકચાલક સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે તેવી લોકોને હૈયાધારણ આપીને તેમનો આક્રોશ શાંત પાડ્યો હતો. તેની સાથે પોલીસે શોકગ્રસ્ત કુટુંબને પણ સાંત્વના પાઠવી હતી.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: Khedaમા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં એકનું મોત

આ પણ વાંચો: ખેડામાં માતર-ત્રાજ રોડ પર ગંભીર અકસ્માત: કાર તળાવમાં ખાબકી અને…

આ પણ વાંચો: ખેડામાં કપડવંજ-મોડાસા રોડ પર સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં 2ના મોત