Not Set/ નેવી ઇન્ટેલિજન્સને કચ્છના ક્રિક બોર્ડર વિસ્તાર માં મળી મોટી સફળતા.

ભારતીય નેવી ઇન્ટેલિજન્સને કચ્છ બોર્ડરનાં ક્રિક વિસ્તારમાં મોટી સફળતા મળી છે. નેવી ઇન્ટેલિજન્સે કચ્છના ક્રિક વિસ્તારમાંથી મોટી માત્રામાં બિનવારસી હાલતમાં સંતાડેલું ચરસ ઝડપી પાડ્યુ છે. કચ્છનાં કોટેશ્વર પાસે આવેલી દુર્ગમ ક્રિક વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં બિનવારસુ હાલતમાં 19 ચરસના પેકેટ ઝડપાયા છે. ઝડપાયેલા ચરસની કિંંમત 30 લાખથી વધુ હોવાનું સામે આવી રહ્યું છે.   ઉલ્લેખનીય છે કે, આ એજ વિસ્તાર છે જ્યાંથી પૂર્વે પણ અનેક વખત કરોડોનાં શસ્ત્રો […]

Gujarat Others

ભારતીય નેવી ઇન્ટેલિજન્સને કચ્છ બોર્ડરનાં ક્રિક વિસ્તારમાં મોટી સફળતા મળી છે. નેવી ઇન્ટેલિજન્સે કચ્છના ક્રિક વિસ્તારમાંથી મોટી માત્રામાં બિનવારસી હાલતમાં સંતાડેલું ચરસ ઝડપી પાડ્યુ છે. કચ્છનાં કોટેશ્વર પાસે આવેલી દુર્ગમ ક્રિક વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં બિનવારસુ હાલતમાં 19 ચરસના પેકેટ ઝડપાયા છે. ઝડપાયેલા ચરસની કિંંમત 30 લાખથી વધુ હોવાનું સામે આવી રહ્યું છે.  

ઉલ્લેખનીય છે કે, આ એજ વિસ્તાર છે જ્યાંથી પૂર્વે પણ અનેક વખત કરોડોનાં શસ્ત્રો અને માદક પદાર્થો પકડવામાં આવ્યા છે. પાકિસ્તાનમાંથી ધૂસાડવામાં આવતા માદકપદાર્થો અને શસ્ત્રો ભારતમાં ઘૂસાડવા માટે આ સ્થળ ભૌગોલીક રીતે ખુબ મદદ કરતુ હોવાથી આ વિસ્તારનો ભારતીય સિમાડો દુશ્મનો માટે સ્વર્ગ માનવામાં આવે છે. ફરી ચોમાસાની સિઝન નજીકમાં આવતા આ વિસ્તારમાં હેરાફેરીની ઘટનાઓ વધશે. અને આ જ કારણે ભારતીય સેના અને નેવી સહિતની ઇન્ટેલિજન્સનો આ વિસ્તાર  પર ડોળો હંમેશા સતર્કતામાં જોવામાં આવે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….