Ahmedabad News/ 21 મોત છતાં તપાસ શૂન્ય? ડીસાની ફટાકડા ફેક્ટરી આગકાંડ મુદ્દે હાઇકોર્ટની કડક ટકોર

ડીસાની ફટાકડા ફેક્ટરીમાં આગથી 7 બાળકો સહિત 21 લોકોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટે (High Court) સરકાર અને બનાસકાંઠા કલેક્ટરની નિષ્ક્રિયતા પર કડક નારાજગી વ્યક્ત કરી. ગૃહ વિભાગના અગ્ર સચિવ અને લેબર વિભાગને સોગંદનામું રજૂ કરવાનો આદેશ.

Gujarat Top Stories Ahmedabad
High Court

Gujarat High Court Strict Remarks : ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં 7 બાળકો સહિત કુલ 21 લોકોના મોતના મામલે ગુજરાત હાઇકોર્ટે (High Court) રાજ્ય સરકાર અને તંત્રની ગંભીર બેદરકારી સામે સખત નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે સ્પષ્ટ ટકોર કરતા કહ્યું કે, સરકારની યોગ્ય દેખરેખ ન હોય તો જ આવી ભયાનક કરુણાંતિકા સર્જાઈ શકે.

આ કેસમાં પીડિત પરિવારોએ રૂ. 2 કરોડ વળતર તથા કેસ રાજ્યની બહાર ચલાવવાની માંગ કરી છે. સુનાવણી દરમિયાન બનાસકાંઠાના કલેક્ટરે દાખલ કરેલા સોગંદનામાને હાઇકોર્ટે અપૂરતું અને અસ્પષ્ટ ગણાવ્યું હતું. કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો કે આ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ કોણ છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ તપાસ કેમ થઈ નથી?

હાઇકોર્ટે (High Court) ગૃહ વિભાગને સોગંદનામાનો કર્યો આદેશ

હાઇકોર્ટે (High Court) ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તેમજ લેબર વિભાગના સેક્રેટરીને વ્યક્તિગત રીતે સોગંદનામું રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ SIT દ્વારા કરવામાં આવેલી તપાસનો અહેવાલ પણ કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું છે. કેસની આગામી સુનાવણી 16 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનો ભંગ

કોર્ટે નોંધ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડાના ઉત્પાદન અને વેચાણ માટે નક્કી કરાયેલી માર્ગદર્શિકાનો ખુલ્લેઆમ ભંગ થયો છે. આવા કેસોમાં સ્થાનિક પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા 112 હેલ્પલાઈન પર ફરિયાદ કરી દુકાનો સીલ કરવી અને લાઇસન્સ રદ કરવાની સત્તા છે, છતાં તંત્ર નિષ્ક્રિય રહ્યું હોવાનું કોર્ટનું માનવું છે.

બાળમજૂરી કાયદાનો ગંભીર ભંગ

હાઇકોર્ટે જણાવ્યું કે ઘટનાસ્થળે નાના બાળકોના મૃતદેહો મળ્યા હોવું એ સ્પષ્ટ કરે છે કે ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બાળમજૂરી કરાવવામાં આવી રહી હતી. આ બાબતે બાળમજૂરી કાયદાનો ગંભીર ભંગ થયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે ટાસ્ક ફોર્સ રચી તેમાં સામેલ અધિકારીઓની વિગતો કોર્ટમાં રજૂ કરવી પડશે.

લેબર વિભાગની ભૂમિકા પર પણ સવાલ

કોર્ટે લેબર વિભાગને અધિકારીઓની ટીમ બનાવી સમગ્ર મામલે તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. સાથે જ કેન્દ્ર સરકારના બાળમજૂરી નિરીક્ષકો દ્વારા સમયાંતરે નિરીક્ષણ ન થવા પર પણ કોર્ટએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો સરકાર અને તંત્ર દ્વારા અસરકારક દેખરેખ રાખવામાં આવી હોત, તો આટલી મોટી માનવીય કરુણાંતિકા ટાળી શકાત.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈન્ડિગો ફ્લાઈટના ધાંધિયા ચાલુ , 79 ફ્લાઈટ રદ્દ :અમદાવાદ એરપોર્ટ પર NSUI-યૂથ કોંગ્રેસનો વિરોધ

આ પણ વાંચો:વડોદરા એરપોર્ટથી જામનગર જતી ઈન્ડિગોની ફ્લાઈટ સહિત 6 ફ્લાઈટ્સ રદ

આ પણ વાંચો:ઈન્ડિગો એરલાઇન્સની મુંબઈ, દિલ્હીથી વડોદરા આવતી બે ફ્લાઇટ રદ