Ahmedabad News : દેશની સૌથી મોટી એરલાઈન્સ ઈન્ડિગો ફ્લાઈટની કટોકટીનો આજે ચોથો દિવસ છે. ક્રુ-મેમ્બર્સ અને પાઈલટ્સની અછતને લઈને આ પરિસ્થિતી પેદા થઈ છે. જેમાં આજે રાત્રે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 79 ફ્લાઈટ રદ્ થઈ હતી.
ઈન્ડિગો ની 79 ફ્લાઈટ રદ્દ
કુલ 79 ફ્લાઈટ રદ્દ માની અમદાવાદથી જતી 37 અને આવતી 35 ફ્લાઇટ એમ કુલ 72 ફ્લાઇટ કેન્સલ થઈ છે, એમ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીએ જણાવ્યું હતું.તે સિવાય વડોદરા એરપોર્ટની 6, રાજકોટ એરપોર્ટની એક ફ્લાઈટ રદ થઈ છે. તમામ એરપોર્ટ પર આવતી અને જતી ફ્લાઈટ દિવસ દરમિયાન અંદાજે અડધો કલાકથી વધુ મોડી પડી રહી છે.બીજીતરફ અમદાવાદ એરપોર્ટ પર એક યુવતી ફ્લાઈટની મુશ્કેલીને લઈને રડી પડી હતી. તે સિવાય ઈન્ડિગો એરલાઈન્સના કાઉન્ટરો પર ગઈકાલની જેમ પુછપરછ માટે લાંબી લાઈનો લાગી છે.
પોતાની ટિકીટના કન્ફર્મેશન તથા બેગેજ માટે મુસાફરો લાઈનમાં ઉભા હતા. મુસાફરોએ ઈન્ડિગો તરફથી કોઈ યોગ્ય જવાબ મળતો ન હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. દરમિયાન NSUI અને યૂથ કોંગ્રેસના 20થી વધુ કાર્યકરો બપોરે અંદાજે 1 વાગ્યે મુસાફરોને પડતી તકલીફનો વિરોધ કરવા આવી પહોંચતા પોલીસે તેમની અટકાયત કરી હતી.
ઇન્ડિગો એરલાઈન્સના CEO પીટર એલ્બર્સે 5 ડિસેમ્બરના રોજ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી મુસાફરોની માફી માંગી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે 15 ડિસેમ્બર સુધી જેમનું બુકિંગ છે તેમણે મુશ્કેલી ભોગવવી પડી શકે છે. બીજીતરફ ગઈકાલે અમદાવાદ, રાજકોડ, સુરત અને અમદાવાદ એરપોર્ટ પર 155 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી.
મુસાફરોને છેલ્લા થોડા દિવસોથી ઈન્ડિગો એરલાઈન્સના ધાંધિયાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી પશ્ચિમ રેલવે એ પ્રવાસીઓ માટે વિશેષ ટ્રેનોનું આયોજન કર્યું છે. મુસાફરોની માંગણીને ધ્યાનમાં લઈને ટ્રેનઓન ડિમાન્ડ(TOD) હેઠળ સાબરમતીથી દિલ્હી જંક્શન અને સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે ખાસ ભાડાવાળી સ્પેશિયલ ટ્રેનો ચાલવાના છે.ટ્રેન નં. 09497/09498: સાબરમતીથી દિલ્હી જંક્શન, સુપરફાસ્ટ સ્પેશિયલ (4 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 09497 સાબરમતી-દિલ્હી સ્પેશિયલ 7 અને 9 ડિસેમ્બર 2025ના રોજ સાબરમતીથી 10:55 વાગ્યે ઊપડશે અને બીજા દિવસે 3:15 વાગ્યે દિલ્હી પહોંચશે.
ટ્રેન નંબર 09498 દિલ્હી-સાબરમતી સ્પેશિયલ દિલ્હી જંક્શનથી 8 અને 10 ડિસેમ્બર 2025ના રોજ 9 વાગ્યે ઊપડશે અને બીજા દિવસે 12:20 વાગ્યે સાબરમતી પહોંચશે.
આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંકશન, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ ખાતે રોકાશે. ટ્રેનમાં એસી 3-ટાયર કોચ હશે. આ ટ્રેન કુલ 925 કિમીનું અંતર કાપે છે, જેમાં મુસાફરીનો સમય આશરે 4:20 કલાક (સાબરમતી-દિલ્હી) અને 3:20 કલાક (દિલ્હી-સાબરમતી)નો છે.ટ્રેન નં. 04061/04062ઃ સાબરમતી–દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ (2 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 04061 સાબરમતીથી 7 ડિસેમ્બરના રોજ સવારે 05:30 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 11:00 વાગ્યે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે.ટ્રેન નંબર 04062 દિલ્હી સરાય રોહિલ્લાથી 6 ડિસેમ્બર 2025ના રોજ 08:10 વાગ્યે રવાના થશે અને 7 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે 00:30 વાગ્યે સાબરમતી પહોંચશે.
આ ટ્રેન પાલનપુર, આબુરોડ, ફાળના, મારવાડ, બિયાવર, અજમેર, કિશનગઢ, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કાન્ટ સ્રટેશનો પર ઉભી રહેશે. જેમાં કોચ એસી 2-ટાયર અને એસી 3-ટાયર આરક્ષિત કોચ રહેશે. ટ્રેન નંબર 09497 અને 04061 માટે બુકિંગ તમામ PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઈટ પર ઉપલબ્ધ છે.ભારતીય રેલવેએ દેશભરમાં 37 ટ્રેનોમાં વધારાના કોચ દોડાવવાનો નિર્ણય કર્યો છે.
ભારતીય રેલવે દ્વારા મુસાફરોની યાત્રાને સરળ બનાવવા માટે 37 ટ્રેનમાં 116 વધારાના કોચ તહેનાત કરવામાં આવ્યા છે, જે દેશભરમાં 114થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરે છે. ઈન્ડિગોની ફ્લાઇટ રદ થયા પછી મુસાફરોની માગમાં વધારો થવા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.
બે કલાકમાં અમદાવાદ એરપોર્ટની વધુ 20 ફ્લાઈટ રદ
રાત્રિના 12થી બપોરના 2 વાગ્યા સુઘીમાં અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની 72 ફ્લાઈટ રદ્દ થઈ છે. જેમાં અમદાવાદથી ઉડાન ભરતી 35 અને અમદાવાદ આવતી 37 ફ્લાઈટનો સમાવેશ થાય છે. બપોરના 11:59 વાગ્યા સુધીમાં કેન્સલ ફ્લાઈટની સંખ્યા 59 હતી, જેમાં બે કલાકમાં 20નો વધારો થયો છે.

