Not Set/ ગુજરાત/  દાયકાઓથી દારૂબંધી, છતાં ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસમાં જાણો કેટલા ટકાનો વધારો..?

કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે જાહેર કરેલા આંકડામાં જણાવાયું છે કે વર્ષ 2016 થી 2018 ની વચ્ચે ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં 65% વધારો થયો છે. જાણીને નવી લાગશે, પરંતુ દાયકાઓથી  થી દારૂબંધી અને તેના કડક અમલ બાદ પણ ગુજરાતમાં દારૂ પીવાના અને ડ્રાઇવિંગના કેસોમાં વધારો થયો છે. બીજી તરફ દેશમાં દારૂ પીવા અને વાહન ચલાવવાને […]

Top Stories Gujarat Others

કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે જાહેર કરેલા આંકડામાં જણાવાયું છે કે વર્ષ 2016 થી 2018 ની વચ્ચે ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં 65% વધારો થયો છે.

જાણીને નવી લાગશે, પરંતુ દાયકાઓથી  થી દારૂબંધી અને તેના કડક અમલ બાદ પણ ગુજરાતમાં દારૂ પીવાના અને ડ્રાઇવિંગના કેસોમાં વધારો થયો છે. બીજી તરફ દેશમાં દારૂ પીવા અને વાહન ચલાવવાને કારણે થતા અકસ્માતોમાં ઘટાડો જોવા મળ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે જાહેર કરેલા આંકડામાં જણાવાયું છે કે વર્ષ 2016 થી 2018 ની વચ્ચે ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં 65% વધારો થયો છે.

મળતી માહિતી મુજબ, વર્ષ 2018 માં ગુજરાતમાં નશામાં ડ્રાઇવિંગના 106 કેસ નોંધાયા હતા, 2017 માં 65 અને 2016 માં ફક્ત 64. સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂ પીવા અને ડ્રાઇવિંગના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉલ્લેખીય છે કે,  આ ત્યારે બન્યું છે જ્યારે દેશભરમાં નશામાં ડ્રાઇવિંગના કેસો વર્ષ 2016 માં 14,894 થી ઘટીને 2018 માં 12,018 થઈ ગયા છે.

ગડકરીએ સંસદમાં જવાબ આપ્યો

સંસદમાં એક સાંસદ દ્વારા પુછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, “રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ, વર્ષ 2016 થી 2018 માં દારૂના નશામાં ડ્રાઇવિંગ સાથે સંકળાયેલા અકસ્માતોના કેસોમાં ઘટાડો થયો આ ઉપરાંત ગુજરાતને અડીને આવેલા રાજ્યોમાં પણ આવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.

કોંગ્રેસે સરકારની નિષ્ફળતા જણાવી

આ અંગે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં દારૂબંધી લાગુ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. પ્રતિબંધના યોગ્ય અમલીકરણના અભાવે મૂલ્યવાન જીવન બરબાદ થઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.