ગાંધીના ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે, પરંતુ આ દારૂબંધી માત્ર નામ પુરતી હોવાનું અનેકવાર સાબિત થયું છે. રાજ્યમાં વર્ષ દરમિયાન કરોડો રૂપિયાનો દારૂ પકડાતો આવ્યો છે અને ત્યારબાદ પણ બુટલેગરો બેફામ બનતા રહ્યા છે.
આ દારૂબંધીમાં પણ તમે સાંભળ્યું હોય કે, દારૂની કોઈ ઘરમાં અથવા તો અન્ય કોઈ જગ્યાએ દારૂ છુપાવ્યો હોય, પરંતુ તાજેતરમાં દારૂના અડ્ડાને લઈ અમદાવાદ શહેરમાંથી સામે આવી રહ્યાં છે,, જેમાં બુટલેગરોએ તો હવે શાળાઓને પણ નથી બક્ષી.
અમદાવાદમાં હવે સરસપુર વિસ્તારની ઉર્દૂ શાળામાં દારૂનો અડ્ડો પકડાયો હોવાનાં સમાચાર સામે આવી રહ્યાં છે. ત્યારબાદ પોલીસને આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા, જેમાં પોલીસે બંધ શાળામાંથી કુલ 178 ક્વોટર તથા કુલ 40 નંગ દારૂની બોટલ મળી આવી હતી. મળેલ જાણકારી મુજબ પોલીસે દરોડા પાડીને કુલ 46,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસના કહેરના કારણે ગુજરાતમાં છેલ્લા ૭ મહિનાથી શાળા તથા કોલેજો બંધ છે ત્યારે દારૂની હેરફેર કરવાં માટે બુટલેગરોએ નવો પેતરો અપનાવ્યો છે. જેમાં અમદાવાદમાં સરસપુરમાં આવેલ ઉર્દૂ શાળા બંધ હોવાથી એનો લાભ ઉઠાવી બુટલેગરોએ શાળાને જ દારૂનો અડ્ડો બનાવી દીધો હતો.
