Not Set/ મહેસાણાનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ પહોંચ્યો કોરોનાનો કહેર, વધુ 3 કેસ આવ્યા સામે…

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી આમ તો રોજનાં 400+ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતનાં રાજકોટને બાદ કરતા ત્રણ મહાનગરોમાં કોરોનનો કહેર અધધધ છે, ત્યારે હાલનાં સમયમાં કોરોના પોઝિટિવનાં સામે આવી રહેલા કેસ જોવામાં આવે તો કોરોના ગુજરાતનાં ખુણે ખુણે પહોંચી જવા પામ્યો છે તે પામી શકાય. બસ આજ તરનુમ પર મહેસાણા જિલ્લામાં પણ વધુ 3 નવા […]

Gujarat Others

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી આમ તો રોજનાં 400+ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતનાં રાજકોટને બાદ કરતા ત્રણ મહાનગરોમાં કોરોનનો કહેર અધધધ છે, ત્યારે હાલનાં સમયમાં કોરોના પોઝિટિવનાં સામે આવી રહેલા કેસ જોવામાં આવે તો કોરોના ગુજરાતનાં ખુણે ખુણે પહોંચી જવા પામ્યો છે તે પામી શકાય. બસ આજ તરનુમ પર મહેસાણા જિલ્લામાં પણ વધુ 3 નવા પોઝિટિવ કેસ સામે આવ્યાની મહિતી આવી રહી છે.

જી હા, મહેસાણાનાં કડીમાં બે અને જોટાણા ગામમાં એક કોરોનાનો કેસ પોઝિટિવ આવતા કોરોનાનાં કહેરની ચિંતા છેક ગ્રામ્ય લેવલે પણ જોવામાં આવી રહી છે. મળતી વિગતો અનુસાર કડીમાં 40 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો કડીમાં 47 વર્ષીય પુરુષને પણ કોરોના પોઝિટિવ છે. જ્યારે જોટાણામાં 55 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જીલ્લામાંથી લેવામાં આવેલા કોરોના શંકમંદનાં 50ના સેમ્પલમાંથી હજુ પણ 22 રિપોર્ટ પેન્ડિગ છે ત્યારે લોકોમાં કોરોનાનાં કહેરનો ફફડાટ જોવામાં આવી રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….