Not Set/ સુરેન્દ્રનગર/ ભોગાવા નદીમાંથી મળ્યો અજાણ્યા યુવકનો મૃતદેહ

સુરેન્દ્રનગર જિલ્લાનાં લીબડી શહેરમા એક અજાણ્યા યુવકનો મૃતદેહ ભોગાવા નદીમાં તરતો જોવા મળી આવ્યો હતો. આ મામલે સોશિયલ મિડિયા દ્વારા મેસેજ ફરતા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.પોલીસે યુવકના મૃતદેહને પી.એમ. માટે મોકલી આપ્યોને અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી અનુસાર લીંબડી ભોગાવા નદીના પાણીમાં કોઇ અજાણ્યા યુવાનનો […]

Gujarat Others

સુરેન્દ્રનગર જિલ્લાનાં લીબડી શહેરમા એક અજાણ્યા યુવકનો મૃતદેહ ભોગાવા નદીમાં તરતો જોવા મળી આવ્યો હતો. આ મામલે સોશિયલ મિડિયા દ્વારા મેસેજ ફરતા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.પોલીસે યુવકના મૃતદેહને પી.એમ. માટે મોકલી આપ્યોને અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર લીંબડી ભોગાવા નદીના પાણીમાં કોઇ અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. આથી પોલીસે ઘટના સ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી છે. જયારે આ બનાવની જાણ મૃત્યુ પામનારના પરિવારજનોને થતાં પરિવારના સભ્યો ભોગાવા નદીના સ્થળે દોડી ગયા હતા.

જે બાદમાં ભોગાવા નદીના પાણીમાંથી મૃતક યુવકના મૃતદેહને બહાર કાઢીને પી.એમ. માટે મોકલી આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે.ત્યારે મૃતક યુવક માનસીક રીતે અસ્થિર હોવાનુ સ્થાનિક પારિવારીક સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.

@સચિન પીઠવા મંતવ્ય ન્યુઝ, સુરેન્દ્રનગર 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.