Not Set/ વિપક્ષના એકપણ પ્રશ્નો સાંભળવામાં નહીં આવતા બારડોલી પાલિકાની સામાન્ય સભા બની તોફાની

બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હોવાની અને વિપક્ષોએ સામાન્ય સભામાં ભારે હોબાળો મચાવ્યાની વિગતો વિદિત થઇ રહી છે.  બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ગણતરીની મિનિટોમાં સંકેલી લેવામાં આવતા વિપક્ષી સભ્યો રોષે ભરાયા હતા. સામાન્ય સભા શરુ થયાની સાથે જ પૂર્ણ જાહેર કરી દેવામાં આવતા વિપક્ષ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. વાતાવરણ ત્યાં સુઘી ગરમાયેલુ […]

Gujarat Others

બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હોવાની અને વિપક્ષોએ સામાન્ય સભામાં ભારે હોબાળો મચાવ્યાની વિગતો વિદિત થઇ રહી છે.  બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ગણતરીની મિનિટોમાં સંકેલી લેવામાં આવતા વિપક્ષી સભ્યો રોષે ભરાયા હતા. સામાન્ય સભા શરુ થયાની સાથે જ પૂર્ણ જાહેર કરી દેવામાં આવતા વિપક્ષ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. વાતાવરણ ત્યાં સુઘી ગરમાયેલુ જોવામાં આવ્યું હતું કે, વિપક્ષો દ્વારા સામાન્ય સભાનાં એજન્ડાની કોપી ફેંકી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. 

વિપક્ષ દ્વારા આક્ષેપ કરતા જણાવવામાં આવ્યું હતું કે, જો વિપક્ષને સાંભળવાનો જ ન હોય તે એજન્ડાની શી જરુરીયાત છે. જી હા સામાન્ય સભામાં વિપક્ષના એકપણ પ્રશ્નોને સાંભળવામાં નહીં આવતા આ હોબાળો થયો હોવાનું વિદિત થાય છે. ઉલ્લેખનીય છે કે, બારડોલી પાલિકા પ્રમુખ ગણેશ ચૌધરીનો વિવાદ વકર્યો છે. અને પ્રમુખ માંદગીનું બહાનું કાઢી સામાન્ય સાભામાં ગેરહાજર રહ્યા હતા. આ માટે જ ગણતરીની મિનિટોમાં સામાન્ય સભા પુર્ણ કરતા વિપક્ષનો હોબાળો મચાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….