- જામનગર ભાજપમાં એક બાદ એક રાજીનામા
- ટિકિટ ફાળવણીમાં અસંતોષથી ભાજપમાં ભડકો
- ડાડુભાઈ ભારવાડિયાએ આપ્યું રાજીનામું
- વોર્ડ નંબર 6 ના લીગલ સેલના એડવાઇઝર
- પૂર્વો કોર્પોરેટર જ્યોતિબેને આપ્યું રાજીનામું
- શહેર સંગઠનના ઉપપ્રમુખ જ્યોતિબેન
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઇ કાલે ગુરુવારનાં રોજ ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમા ઘણા લોકોને ટિકિટ ન અપાતા નારાજગીનાં સૂર જોવા મળી રહ્યાં છે.
ગુરુવારે ભાજપે ટિકિટ ફાળવણી કરી હતી, જેમા ઘણા નામોની બાદબાકી થયા બાદ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. જામનગરની જો વાત કરીએે તો અહી એક પછી એક રાજીનામા પડવાનાં શરૂ થઇ ગયા છે. જણાવી દઇએ કે, વોર્ડ નંબરનાં લીગલ સેલનાં એડવાઇઝર ડાડુભાઈ ભારવાડિયાએ રાજીનામું આપ્યુ હોવાનુ સામે આવી રહ્યુ છે. ગઇ કાલે જામનગર શહેરનાં પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમૂરેએ રાજીનામું આપ્યું હતુ. છેલ્લી 5 ટર્મથી ચૂંટાતા કરશન કરમૂર પાર્લામેન્ટરી બોર્ડનાં નિયમનો ભોગ બનતા નારાજ થયા છે. આ સિવાય પૂર્વ કોર્પોરેટર અને શહેર સંગઠનનાં ઉપપ્રમુખ જ્યોતિબેને પણ રાજીનામું આપી દીધુ છે.
એસવીપીપીમાંથી ચૂંટાયેલ અને ભાજપમાં ભળી ગયેલ નગરસેવીકા મીત્તલ ફળદુએ પણ વિરોધ નોંધાવ્યો છે. મિત્તલબેનને ટિકિટ ન મળતા અપક્ષમાંથી ઉમેદવારી જાહેર કરશે. જુના જોગીઓ બાદ યુવા મોરચાનાં કાર્યકર્તાઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. યુવા ભાજપમાં સંયોજક તેમજ કારોબારી સભ્યએ પણ રાજીનામું આપ્યું છે. નારાજગી અને અસંતોષની લાગણી સાથે પ્રમુખે પણ રાજીનામું આપી દીધુ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
