Valsad News/ વલસાડમાં કમોસમી વરસાદથી વાતાવરણમાં પલટો, ખેડૂતોમાં કેરીના પાકને લઈને ચિંતા

વલસાડ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં વરસાદ (Rain) વરસ્યો, ખેડૂતોમાં કેરીના પાકને લઈને ચિંતા વધી

Top Stories Gujarat Others Breaking News
ધરમપુર-કપરાડામાં ધોધમાર Rain: ગરમીથી રાહત,કેરીના પાક પર ખતરો

Valsad News: વલસાડ જિલ્લામાં ભર ઉનાળામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે વાદળછાયું વાતાવરણ અને વરસાદી (Rain) માહોલ સર્જાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદ (Rain)

જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ  (Rain)નોંધાયો હતો, જ્યારે ધરમપુર અને કપરાડાના ડુંગરાળ તથા અંતરિયાળ ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે રસ્તાઓ ભીના બન્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

કેરીના પાકને નુકસાનની ભીતિ

અચાનક બદલાયેલા હવામાનને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને કેરીના પાક પર વરસાદ (Rain)ની અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં કેરીના વૃક્ષોમાં ફળ તૈયાર થવાના તબક્કામાં હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક બની શકે છે.

Valsad weather update
Valsad weather update

ફળની ગુણવત્તા પર અસરની શક્યતા

સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે સતત ભેજ અને વરસાદને કારણે ફળની ગુણવત્તા તેમજ ઉત્પાદન પર અસર થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં નાની કેરી અને ફૂલો ખાબકવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવી છે. ખેડૂતોને પાકની સુરક્ષા માટે તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.

ગરમીથી લોકોને રાહત

એક તરફ વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ કૃષિ ક્ષેત્રમાં નુકસાનની ભીતિએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.


આ પણ વાંચો:ગુજરાતમાં 8 મે સુધી કમોસમી વરસાદનો કહેર, 11 મે પછી દઝાડતી ગરમી શરૂ: અંબાલાલ પટેલ

આ પણ વાંચો:આ તારીખે બેસશે ચોમાસું, અંબાલાલ પટેલે કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની પણ કરી આગાહી

આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, 19થી 21 એપ્રિલ સુધી ગાજવીજ સાથે પડી શકે હે વરસાદ