વિશ્વભરમાં દેશ બહાર વસેલા ભારતીય મૂળનાં લોકો પર હુમલો અને હત્યાનાં બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ આફ્રિકન દેશો, અમેરીકા અને યુરોપનાં દેશોમાંથી આવી ઘટના અવાર નવાર સામે આવે છે. ત્યારે ફરી આવા જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ આફ્રિકામાં ફરી એક ગુજરાતી યુવકનો જીવ લેવામાં આવ્યો છે. મૂળ ભરૂચના અને દ.આફ્રિકામાં વસેલા યુવાનની હત્યા કરી દેવામાં આવી છે.
દક્ષિણ આફ્રિકામાં ગજરાતનાં અને મૂળ ભરૂચના યુવકની હત્યા નિગ્રો દ્વારા કરાઈ હોવાની વિગતો સામે આવી રહી છે. આ યુવાન ભરૂચના ભેંસલી ગામનો વતની હોવાનું અને જાવેદ પટેલ હોવાનું સામે આવી રહ્યું છે. જાવેદ પર લૂંટ અને હત્યાનાં ઇરાદે ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવનું પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, જાવેદ પટેલ છેલ્લા 12 વર્ષથી સાઉથ આફ્રિકામાં રહેતો હતો અને પોતાનો સ્ટોર ઘરાવતો હતો. ત્યારે ફરી એક ગુજરાતી યુવકની આફ્રિકામાં હત્યા કરવામાં આવતા દેશ બહાર વસતા અને ખાસ કરીને આફ્રિકન દેશોમાં વસતા ભારતીયોમાં ફફડાય જોવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
