રાજકોટ/ મનપા વિસ્તારમાં ધૂળેટી નહિ ઉજવાય

મનપા વિસ્તારમાં ધૂળેટી નહિ ઉજવાય

Gujarat Rajkot Trending

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોના વાઇરસે ફુંફાડો માર્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ મનપા દ્વારા કોરોના સંક્રમણણે નાથવા માટે ફરી એકવાર ઉત્સવોની ઉજવણી પર પાબંધી મુકવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટમાં ધુળેટીની પર્વની ઉજવણી કરવા ઉપર પાબંધી મુકવામાં આવી છે. મનપા વિસ્તારમાં ધુળેટી પર્વ ઉજવણી નહી કરવામાં આવે. રાજકોટના મેયર પ્રદીપ ડવના જણાવ્યા અનુસાર  આ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. અને યોગ્ય છે.  પ્રજાની સુખાકારી માટે સરકારનો ખુબ સારો નિર્ણય છે. સાથે સાથે તેમને રાજકોટ વાસીઓને ધુળેટી ન રમવા  વિનંતિ પણ કરી હતી. ધુળેટીના કારણે સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. તેમ નવ નિયુક્ત  મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું.

મમતાના નવા સલાહકાર / TMCમાં જોડાયા પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા, જણાવ્યું મમતાને સાથ આપવાનું આ કારણ