Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વોટર પ્રોડક્શન વિભાગ અનુસાર, 17 નવેમ્બર, 2025ના રોજ સવારે 11:30 વાગ્યે કોતરપુર વોટર વર્ક્સ ખાતે 300 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાવર સપ્લાય કટ થયો હતો.આ કારણે પ્લાન્ટ બંધ થઈ ગયું હતું,જેની અસર આજે 18 નવેમ્બરના રોજ સવારે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં પાણીના પુરવઠામાં જોવા મળી છે.
રાણીપ વોર્ડ સિવાયના તમામ વોર્ડ,ઉત્તર ઝોન નરોડા વોર્ડ પૂર્વ ઝોન નિકોલ અને ઓઢવ વોર્ડમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનો પર પાણીની ઉપલબ્ધતામાં ઘટાડો થયો છે, જેના કારણે લોકોને અંદાજે 15 મિનિટ ઓછું પાણી મળશે.
જ્યાં પાણીના બોર ઉપલબ્ધ છે, ત્યાં તેને તાત્કાલિક ચાલુ કરવામાં આવ્યા છે.આનાથી મોટાભાગના લોકોને પાણીની ગંભીર તકલીફ ન પડે તેવી કોશિશ કરવામાં આવી છે.પાવર સપ્લાય પુનઃસ્થાપિત થયા પછી પુરતો પુરવઠો રિસ્ટોર કરવામાં આવશે.હાલમાં કોઈ મોટી રીપોર્ટમાં પાવર સપ્લાય પુનઃસ્થાપન અંગેની માહિતી નથી મળી. તેથી, આજે સવારથી બપોર સુધી ઘટાડો જારી રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ઝડપી 35 લાખની અમેરિકન કરન્સી
આ પણ વાંચો:અમદાવાદના ઇતિહાસ અને વિકાસની ઝલક દર્શાવતું, લિનિયર ગાર્ડન નવા વર્ષે ખુલ્લુ મુકાશે
આ પણ વાંચો:અમદાવાદનો પૂર્વવિસ્તાર બન્યો અકસ્માત ઝોન, 48 કલાકમાં 5નાં મોત અને 5 ઇજાગ્રસ્ત

