IPL 2020/ દિલ્હી કેપિટલ્સે MI ને જીત માટે આપ્યો 157 રનનો લક્ષ્ય

દુબઇમાં રમાઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 ની ફાઇનલમાં, દિલ્હી કેપિટલ્સએ મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતવા માટે 157 રનનો લક્ષ્યાંક આપ્યો છે. દિલ્હી કેપિટલ્સનાં કેપ્ટન શ્રેયસ ઐયરે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 156 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી કેપ્ટન શ્રેયસ ઐયરે સૌથી વધુ […]

Top Stories Sports

દુબઇમાં રમાઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 ની ફાઇનલમાં, દિલ્હી કેપિટલ્સએ મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતવા માટે 157 રનનો લક્ષ્યાંક આપ્યો છે. દિલ્હી કેપિટલ્સનાં કેપ્ટન શ્રેયસ ઐયરે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 156 રન બનાવ્યા હતા.

દિલ્હી તરફથી કેપ્ટન શ્રેયસ ઐયરે સૌથી વધુ 50 બોલમાં 65 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. આ સિવાય રિષભ પંતે 38 બોલમાં 56 અને શિખર ધવને 13 બોલમાં 15 રન બનાવ્યા હતા. વળી મુંબઇ માટે, ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં 30 રન આપી ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે નાથન કૂલ્ટર નાઇલે 2 અને જયંત યાદવે એક વિકેટ લીધી હતી.