ભાજપે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરવાની જોડે-જોડે અસંતોષ ઠારવાની કવાયત પણ વેગવંતી બનાવી છે. ભાજપે ભૂતપૂર્વ વિધાનસભ્ય સતીષ નિશાળીયાને ચૂંટણી ન લડવા મનાવી લીધા છે. તેમને આ વખતે ટિકિટ ન મળતા તેઓ કોંગ્રેસ કે અપક્ષમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા હતા.
છેવટે ભાજપના પ્રદેશ મહામંત્રી અને જિલ્લા પ્રભારીએ તેમને મનાવવામાં સફળતા મેળવી હતી. આમ ભાજપ અને સંભવતઃ કોંગ્રેસમાં પણ ઉમેદવારનું નામ જાહેર થવાની સાથે રિસામણા અને મનામણાનો ખેલ શરૂ થઈ ગયો હતો. ટિકિટ કપાઈ હોય તેવા ઉમેદવારો પક્ષમાંથી રાજીનામુ આપી અપક્ષ લડવા માંગતા હતા અથવા તો કોંગ્રેસમાંથી લડવા માંગતા હતા. મધુ શ્રીવાસ્તવ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. છ વખતના વિધાનસભ્ય આ વખતે ટિકિટ ન મળતા પક્ષમાંથી રાજીનામુ આપી ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે.
