ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને પક્ષોમાં રસાકસી વધી ગઇ છે.અને રાજકારણ ગરમાયું છે, ત્યારે સમાજવાદી પાર્ટી ગુજરાતમાં 182 વિધાનસભાની બેઠકોમાંથી 5 બેઠકો પર ચૂંટણી લડશે.સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, ગુજરાતમાં 182 વિધાનસભાની બેઠકોમાંથી 5 બેઠકો પર ચૂંટણી લડશે.અને બાકીની બેઠકો પર કોંગ્રેસને ટેકો આપશે.અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, એસપી ભાજપનું અસમર્થન નહીં કરનારા મતદારોને વિભાજીત કરવા ઇચ્છતું નથી.પાર્ટી દ્વારા માત્ર મજબૂત બેઠકો જ લડવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતાં વધુ રાજકીય પક્ષો પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે.આવા સમયે સામાજિક આંદોલનકારીઓ પોતાનો માર્ગ સ્પષ્ટ કરવા માટે રાજકીય પક્ષો પર પોતાનું દબાણ વધારી રહ્યા છે.પાટીદાર અનામત આંદોલનના આંદોલનકારીઓ વરૂણ પટેલ અને રેશ્મા પટેલ ભાજપમાં જોડાતાં રાજ્યનું રાજકારણ વધુ ગરમાયું છે.શુક્રવારથી સોમવાર વચ્ચે ગમે તે ઘડીએ મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર કરે તેવા નિર્દેશો ઈલેકશન કમિશન સાથે સંકડાયેલા વર્તુળો આપે છે
Not Set/
જુઓ સમાજવાદી પાર્ટી ગુજરાતમાં 182 વિધાનસભાનીમાંથી કેટલી બેઠકો પર ચૂંટણી લડશે
ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને પક્ષોમાં રસાકસી વધી ગઇ છે.અને રાજકારણ ગરમાયું છે, ત્યારે સમાજવાદી પાર્ટી ગુજરાતમાં 182 વિધાનસભાની બેઠકોમાંથી 5 બેઠકો પર ચૂંટણી લડશે.સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, ગુજરાતમાં 182 વિધાનસભાની બેઠકોમાંથી 5 બેઠકો પર ચૂંટણી લડશે.અને બાકીની બેઠકો પર કોંગ્રેસને ટેકો આપશે.અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, એસપી ભાજપનું અસમર્થન નહીં કરનારા […]
