ગાંધી ટોપીના વિવાદ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે ગાંધી અને સરદારના ગુજરાતમાં આવીને અંગ્રેજોની હેટને સલામ કરનારા ગાંધી ટોપીની વાતો કરે છે. ગોડસેની વિચારધારવાળા લોકો ગાંધી અને નેહરુને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. આઝાદીની લડાઈમાં ભાગ લેવાના બદલે અંગ્રેજોની ચાપલુસી કરી છે. આઝાદીની લડાઈમાં યોગદાન આપ્યું હોત તો આજે ઇતિહાસ બદલવાનો પ્રયાસ ન કરવો પડ્યો હોત.
- આઝાદીની લડાઈમાં અંગ્રેજોની ચાપલુસી કરી
- ગોડસેની વિચારધારવાળા ગાંધીને કરે છે બદનામ
રત્નાકરજી દ્વારા ગાંધી ટોપી મામલે ટ્વિટ
ભાજપના પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી દ્વારા ગાંધી ટોપી મામલે ટ્વિટ કર્યું છે જેને લઈ રાજકારણ ગરમાયું છે. રત્નાકરજીએ જણાવ્યું કે, કોંગ્રેસે દરેક વાત પર ટોપી પહેરાવી છે! ગુજરાત અને મહારાષ્ટ્રમાં પહેરવામાં આવતી ‘સફેદ ટોપી’ જે ક્યારેય ગાંધીજીએ પહેરી નથી. જયારે ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે જેનો પૈતૃક સંબંધ પણ ન હતો એવા નહેરૂજીએ હંમેશા આ ટોપી પહેરી છે. છતાય તેને ‘ગાંધી ટોપી’ કહેવામાં આવી છે.
https://twitter.com/ratnakar273/status/1434566763870441473?s=20
જયારે આ મામલે કોંગ્રેસ પ્રવક્તા જયરાજ સિંહ પરમારે જણાવ્યું હતું કે, રત્નાકરજી આપનું ગુજરાતમાં સ્વાગત છે પણ અહીં આવ્યા પછી ગુજરાતની સંસ્કૃતિ અને રહેણીકરણીનો તો અભ્યાસ કરો. સફેદ ગાંધી ટોપી ગુજરાતની ઓળખાણ હતી.અમે જાણીએ છીએ કે તમારો પહેરવેશ તો કાળી ટોપી હતી અને દેશની આઝાદીની લડાઈમાં નહોતા જોડાયા ગાંધી ટોપી નહોતા પહેરતા એટલે એ નહેરુદ્વેષમાં ના ખપાવો..
https://twitter.com/JayrajKuvar/status/1434837307517911043?s=20
જયારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, પહેલા મને કહો કે તમારો ગુજરાત સાથે શું સંબંધ છે? ગાંધી ટોપી મહારાષ્ટ્ર અને ગુજરાતના અમારા પૂર્વજોની ઓળખ હતી. અને તે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની ઓળખ પણ હતી. પરંતુ તમે સ્વતંત્રતા સંગ્રામ વિશે શું જાણો છો? ગુજરાતમાં આવીને ગુજરાતીઓનું અપમાન ન કરો.માફી માંગો.
पहले ये बताओ कि आप का गुजरात से क्या रिश्ता है?
गांधी टोपी महाराष्ट्र और गुजरात के हमारे पुरखों
पहचान थी।और हमारे आज़ादी संग्रामकी भी पहचान थी।
लेकिन आप आज़ादी संग्रामके बारेमें क्या जानो?
वो तो अंग्रेजों के मित्र थे।
गुजरात में आकर गुजरातीओं का अपमान मत करो।
माफ़ी माँगो। https://t.co/leILT9vkc9
— Arjun Modhwadia (@arjunmodhwadia) September 6, 2021
જયારે આ ગાંધી ટોપી વિવાદ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલે પણ ઝંપલાવ્યું હતું. તેમને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આપણે ગાંધીજીના હજારો ફોટા જોયા છે. જેમાં ગાંધીજીએ ક્યારેય પણ ટોપી પહેરી હોય તેવો કોઈ ફોટો જોયો નથી
'ગાંધીટોપી' મુદ્દે નિવેદન આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી @Nitinbhai_Patel pic.twitter.com/xJ6xnWDwzr
— BJP Gujarat (@BJP4Gujarat) September 6, 2021
રાજ્યાભિષેક માટે માંગ / યુથ કોંગ્રેસે ઠરાવ પસાર કર્યો, કહ્યું- રાહુલ ગાંધીને ફરીથી પાર્ટીની જવાબદારી સોંપવી જોઈએ
હરિયાણા / કરનાલમાં આવતીકાલે કિસાન મહાપંચાયત, ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત
Test series / ઇંગ્લેન્ડને 157 રને હરાવીને ટીમ ઇન્ડિયાએ ઓવલમાં રચ્યો ઇતિહાસ,સીરિઝ 2-1થી આગળ
