બર્ડફલું અત્યાર સુધીમાં દુનિયામાં ચાર વખત ફેલાઇ ચૂકયો છે એટલે સુધી કે તે ૬૦ દેશોમાં મહામારીનું રૂપ પણ લઇ ચૂકયો છે..એવિયન એન્ફ્લુંએન્જાના કેટલાય પ્રકાર છે. તેમાંથી માત્ર પાંચ પ્રકારના વાયરસો મનુષ્યને સંક્રમિત કરી શકે છે. ૨૦૦૪ અને ૨૦૦પની વચ્ચે H5N1 વાયરસને રોકવા માટે માત્ર એશિયામાં ૧૦ કરોડથી વધારે મરઘીઓને મારી નાંખવામાં આવી હતી.,
બર્ડફલુંનું સંકટર ફરી એકવાર ઉભુ થયુ છે. હિમાચલ પ્રદેશમાં અત્યાર સધીમાં અનેક પક્ષીઓ તેની ઝપેટમાં આવી ચૂકયા છે.રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કાગડા અને કેરલમાં બતક આ જીવલેણ બિમારીનો શિકાર બન્યા છે. તો કેરલમાં બર્ડફલું સંક્રમિત પક્ષીઓને મારવાનો આદેશ અપાયો છે. બર્ડફલું દરમિયાન પક્ષીઓને મારવાને કલિંગ કહેવામાં આવે છે. આ પક્ષીઓને એટલા માટે મારવામાં આવે છે. કારણ કે, મનુષ્ય તેનો ઉપયોગ ખાવા માટે કરે છે. જેના લીધે સીધી રીતે મનુષ્ય તેના સંપર્કમાં હોય છે. જેમ કે…,કાગડા-બતક, કબૂતર વગેરે પક્ષીઓ સામાન્ય રીતે પર્યટન સ્થળો પર મળી આવે છે. મરઘીઓનો ઉપયોગ ખાવા માટે થાય છે. અને તેના માટે આવા પક્ષીઓમાં જેવો બર્ડફલુંના લક્ષણ દેખાય કે તરત જ સરકાર કલિંગનો એક નિયમ બનાવીને રાખે છે. અને સ્થિતી ગંભીર બનતાં આવા પક્ષીઓને મારવાનો આદેશ અપાય છે.

જયારે કોઇ પોલ્ટ્રીફાર્મમાં પક્ષીઓને મારવામાં આવે છે. તે તેના ચારે તરફ એકથી પાંચ કિલોમીર સુધી પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાય છે..
અને તે વિસ્તાર પર નજર રાખવામાં આવે છે. ૨ થી ૧૦ કિલોમીટરના વિસ્તારને બફર ઝોન માનવામાં આવે છે. એટલે કે..જો બિમારી વધારે ફેલાય તો આ વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરીને તેનો બફર ઝોન વધારી દેવામાં આવે છે. H5N1 વાયરસને રોકવા માટે ૨૦૦૪ અને ૨૦૦પમાં આ પ્રકારનો ઉપયોગ દુનિયાભરમાં કરવામાં આવ્યો હતો.
૨૦૦૪ અને ૨૦૦પમાં H5N1માં બર્ડફલું વાયરસને રોકવા માટે માત્ર એશિયામાં ૧૦ કરોડથી પણ વધારે મરઘીઓને મારી નાંખવામાં આવી હતી. જો કે તેનાથી એવા ખેડૂતોને મોટુ નુંકશાન થયુ હતું. જેમની રોજીરોટી મરઘીપાલનથી થતી હતી. ફૂડ અને એગ્રીકલ્ચરઓર્ગેનાઇઝેશન ઓફ ધ યુનાઇટેડ નેશન્સના નિયમો મુજબ જો બર્ડફલું અથવા એવિનય એન્ફલુંએન્જા ફેલાવવાની આશંકા હોય તો પક્ષીઓને મારવા કાયદાકીય રીતે યોગ્ય છે.
કેટલાક એકસપર્ટનું માનવુ છે કે,પક્ષીઓને મારવાથી બર્ડફલુંથી બચી શકાય નહી. આ એક પ્રભાવશાળી બચવાની રીત છે. તેનાથી થોડો સમય મનુષ્ય બચાવી શકાય છે. પણ લાંબા સમય સુધી પક્ષીઓને મારવાની રીત બરાબર નથી. આ વાયરસને રોકવાની બીજી પણ રીતો હોઇ શકે છે. પ્રભાવશાળી રીતે જો પક્ષીઓને મારવાજ છે તો ચોકકસ સ્થળની પસંદગી થવી જોઇએ.
તમને જણાવી દઇએ કે બર્ડફલું અત્યાર સુધીમાં દુનિયામાં ચાર વખત ફેલાઇ ચૂકયો છે. અને ત્યાં સુધી કે, ૬૦થી વધારે દેશોમાં તે મહામારીનું રૂપ લઇ ચૂકયો છે. એવિનય એન્ફલુંએન્જાના કેટલાય પ્રકાર છે. પણ તેના પાંચ પ્રકાર ખતરનાક છે. જે મનુષ્યને પણ સંક્રાત્મક કરી શકે છે. તેમાં છે..

પાંચ પ્રકારનો ઘાતક સ્ટ્રેન
H5N1 – H7N3 – H7N7 – H7N9 – H9N2
જેનાથી આ વાયરસ પક્ષીઓમાંથી મનુષ્યમાં ફેલાઇ શકે છે. અને એટલા માટે પક્ષીઓને સુરક્ષિત રાખવા માટે દેશની સરકારો. અલગ..અલગ.. અભિયાનો પણ તેમના દેશોમાં ચલાવે છે. બર્ડફલું એક ખુબ જ ખતરનાક બિમારી છે. તે પક્ષીઓમાંથી બીજા જાનવરો અને મનુષ્યમાં પણ ફેલાય છે. ખાસ કરીને પોલ્ટ્રીફાર્મમાં રખાતી મરઘીઓથી ફેલાવવાનું શરૂ થાય છે. અને કોરોનાની જેમ બર્ડફલુંના પણ અલગ..અલગ સ્ટ્રેન હોય છે.
WHO ના રીપોર્ટ પ્રમાણે જીવીત કે મરેલા સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવવાથી આ બિમારી લાગી શકે છે. પણ મનુષ્યથી મનુષ્યમાં એટલી જલદી નથી ફેલાતી. એટલે સુધી કે એ વાતમાં પણ તથ્ય નથી કે, પકવવામાં આવેલા પોલ્ટ્રીફૂડમાંથી કોઇ વ્યક્તિને બર્ડફલું થઇ શકે છે. આ વાયરસ ગરમી પ્રતિ ખુબ જ સંવેદનશીલ છે. અને તે કુકીંગ ટેમ્પ્રેચરમાં નષ્ટ થઇ જાય છે.
H5N1થી સંક્રમિત પક્ષી લગભગ ૧૦ દિવસો સુધી તેના મળ કે લાળ દ્વારા વાયરસને રીલીઝ કરી શકે છે. તમે કોઇ દુષિત સપાટીથી પણ વાયરસની ઝપેટે આવી શકો છો. તેનાથી બચવા માટે પોલ્ટ્રીફાર્મમાં કામ કરનારા લોકોથી દુર રહેવું જોઇએ. પ્રતિબંધિત વિસ્તરોમાં જવાથી બચવું જોઇએ. અને સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં ન અવાય તેનું પણ ધ્યાન રાખવું જોઇએ..
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
