@ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ
વલસાડ જિલ્લાના છેવાડે આવેલી ધરમપુરની સરકારી હોસ્પિટલ મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની છે.. અહીંના તબીબોના દાવા અનુસાર અહીં ફ્રાન્સમાં વિકસેલી સિઝેરિયન જેવી હાઈટેક પદ્ધતિ અપનાવવામા આવી રહી છે. જે કદાચ સમગ્ર દેશમાંથી એકમાત્ર ધરમપુરની આ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.. શું છે આ હોસ્પિટલની ખાસીયત જાણીએ આ અહેવાલમાં.
મોંઘી સર્જરીની સોંઘી સારવાર
ધરમપુરની સરકારી હોસ્પિટલની સેવા બની પ્રસંશાને પાત્ર
સરકારી હોસ્પિટલ બની મહિલાઓ માટે આશીર્વાદ સમાન
ફ્રાન્સમાં વિકસેલી સિઝેરિયન જેવી હાઈટેક પદ્ધતિની બોલબાલા
રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલી સરકારી હોસ્પિટલ સગર્ભા મહિલાઓ માટે વરદાન રૂપ બની રહી છે.. જર્મનીમાં ખાસ તાલીમ મેળવનાર અહીંના તબીબ કૌશલ પટેલ સિઝેરિયન સર્જરી સહિત ગર્ભાશયની વિવિધ તકલીફોની સારવાર માટે દિવસ રાત ખડેપગે રહે છે.. છેલ્લાં છ મહિનામાં અહીં 25 થી 30 સગર્ભા મહિલાઓને આ હોસ્પિટલનો લાભ મળ્યો છે… આમ જોવા જઈએ તો અહીં થતી સર્જરી સારવાર અને સુવિધાની સરખામણી કોઈ ખાનગી હોસ્પિટલ સાથે કરવામાં આવે તો દર્દીને અંદાજે એક થી બે લાખ સુધીનો નો ખર્ચો થઈ શકે તેમ છે. પરંતુ ધરમપુરની આ સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિને લગતી તમામ સેવા તદ્દન વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે..
અહીં તબીબોનું કહેવું છે કે, અહીં ઓપરેશન બાદ નહિંવત દુખાવો હોવાથી માતા નોર્મલ ડિલિવરીની જેમ તરત બાળકને ધાવણ શરૂ કરાવી શકે છે અને સર્જરી પછી કોઈ પણ દુ : ખાવાના ઇજેક્શનની જરૂર રહેતી નથી તેમજ દર્દી ત્રણથી ચાર કલાકમાં ચાલી પણ શકે છે અને પાણી તથા અન્ય પ્રવાહી લેતું થઈ જાય છે.. તો 49 કલાકમાં દર્દીને રજા પણ આપી દેવામાં આવે છે.. ધરમપુરના ધારાસભ્ય એ પણ આ હોસ્પિટલને સમગ્ર વલસાડ જિલ્લા માટે ગર્વ સમાન ગણાવી છે.. અને મહિલાઓ માટે અહીં કરાતી સારવારને આશીર્વાદરૂપ ગણાવી છે.
હાલ તો ધરમપુર જેવી સરકારી હોસ્પિટલમાં ફ્રાન્સમાં વિકસેલી સિઝેરિયન જેવી હાઈટેક પદ્ધતિઓથી થતી સારવાર જરૂરિયાતમંદ મહિલાઓ માટે મોટી રાહત અને આશીર્વાદ સમાન બની રહી છે.
જુઓ સમગ્ર વીડિયો અહેવાલ પણ – મોંઘી સર્જરીની સોંઘી સારવાર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
