Not Set/ ટ્રેનના પગથિયે બેસવું પડ્યું ભારે,મોબાઇલ તસ્કરોએ યુવતીની જિંદગી કરી બરબાદ

ઉધના અને સુરત રેલવે સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાં મોબાઈલ સ્નેચરોએ યુવતીનો મોબાઈલ આંચકવાનો પ્રયાસ કરતા તે નીચે પટકાઈ હતી અને તે ટ્રેન નીચે આવી જતા તેનો એક પગ કપાઈ ગયો હતો. યુવતી હાલ સારવાર હેઠળ સીવિલ હોસ્પિટલમાં છે. આશ્ચર્યની વાત તો એ છે ટ્રેનમાં દરવાજા પાસે બેસેલા યાત્રીઓના હાથમાંથી મોબાઈલ આંચકી લેવાની ઘટનામાં વધારાે થયો […]

Gujarat Surat Videos

ઉધના અને સુરત રેલવે સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાં મોબાઈલ સ્નેચરોએ યુવતીનો મોબાઈલ આંચકવાનો પ્રયાસ કરતા તે નીચે પટકાઈ હતી અને તે ટ્રેન નીચે આવી જતા તેનો એક પગ કપાઈ ગયો હતો. યુવતી હાલ સારવાર હેઠળ સીવિલ હોસ્પિટલમાં છે. આશ્ચર્યની વાત તો એ છે ટ્રેનમાં દરવાજા પાસે બેસેલા યાત્રીઓના હાથમાંથી મોબાઈલ આંચકી લેવાની ઘટનામાં વધારાે થયો છે અને તેને કારણે અત્યારસુધીમાં ૨ યાત્રીઓએ જીવ ગુમાવ્યા છે પરંતુ રેલવે પોલીસ અને રેલવે સુરક્ષા દળ માત્ર પેટ્રોલિંગ કરતા હોવાની ડંફાસ મારી પોતાની નિષ્ફળતા છુપાવતા રહ્યા છે.

મેમુ ટ્રેનમાં નવસારીથી સુરત બહેનના ઘરે આવતી 19 વર્ષીય કોલેજ સ્ટુડન્ટ પર મોબાઈલ સ્નેચરે ફોન ઝુંટવવા કરેલા હુમલામાં તેણીનો જમણો પગ કપાઈ ગયો હતો. દિવ્યા ખીમજી દાફડા પોતાની નાની બહેન ક્રિષ્ણા ,મોટી બહેન મમતા અને માજી સાથે સાંજે મેમુ ટ્રેનમાં સુરત પોતાની અન્ય બહેનના ઘરે જમવા આવી રહી હતી.ટ્રેન જયારે ઉધના રેલવે સ્ટેશન પસાર કરી કાંકરાખાડી પાસે પહોંચી ત્યારે દિવ્યા અને નાની બહેન ક્રિષ્ણા દરવાજા પાસે બેઠી હતી. ટ્રેન ધીમી પડતા અચાનક જ એક યુવકે દિવ્યાના હાથ પર સપાટો મારતા સંતુલન ન જળવાતા દિવ્યા ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાઈ હતી અને ટ્રેનની અડફેટે આવી જતા જમણોે પગ કપાઈ ગયો હતો.

અજાણ્યો ચેઇનસ્નેચર પર્સ લઇને દિવ્યાને કણસતી મૂકી ભાગી છૂટ્યો હતો. જો કે દિવ્યાએ ઇજાગ્રતહાલતમાં પણ મોબાઇલ હાથમાંથી છોડ્યો ન હતો. ટ્રેન જયારે સુરત પહોંચી ત્યારે દિવ્યાની બહેને પોલીસને જાણ કરી હતી. હાલ આ મામલે પોલીસે તપાસ શરુ કરી છે જયારે યુવતી સારવાર લઇ રહી છે.

ઉધના- સુરત રેલવે સ્ટેશન વચ્ચે નશાખોર મોબાઈલ સ્નેચરોની ગેંગ ઘણા સમયથી સક્રિય બની છે અને તેમની ટ્રેનના દરવાજે બેસેલા યાત્રાઓને હાથમાં લાકડી મારી મોબાઈલ આંચકવાની પદ્ધતિથી અત્યારસુધી ટ્રેન નીચે આવી જવાથી બે યાત્રીઓ મોતને ભેટ્યા છે અને ચારથી પાંચ યાત્રીઓ ઈજા પામ્યા છે પરંતુ રેલવે તંત્ર આ મામલે કોઈ ઠોસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી શક્યુ નથી તે વરવી વાસ્તવિકતા છે.