Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) ના વટવા વિસ્તાર (Vatva area) માં આઠ વર્ષથી લૂંટ, હત્યા, મારમારી અને પ્રોહિબિશન જેવા 12 ગંભીર ગુનાઓને અંજામ આપીને ફરાર રહેતા આરોપી અભિષેક રાજપૂતની વટવા પોલીસે ધરપકડ (Arrest) કરી છે. આરોપીની ગુનાખોરીની દુનિયા અને તેની આધ્યાત્મિક યાત્રાની વિચિત્ર કહાનીએ પોલીસ અને સમાજમાં ચર્ચાનો વિષય બની છે.
મૂળ ઉત્તર પ્રદેશના અને અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા અભિષેક રાજપૂતે વર્ષ 2017માં ગુનાની દુનિયામાં પગ મૂક્યો હતો. લૂંટ, હત્યાનો પ્રયાસ, મારમારી અને પ્રોહિબિશન જેવા 12 ગંભીર ગુનાઓ આચર્યા બાદ તેણે એક અનોખો નિર્ણય લીધો. ગુના આચર્યા પછી તે દેશભરના 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા નીકળી પડ્યો. આરોપીનો દાવો હતો કે તમામ જ્યોતિર્લિંગના દર્શન પૂર્ણ કર્યા બાદ તે ગુનાની દુનિયા છોડીને સામાન્ય જીવન જીવવાનું નક્કી કરશે.
અભિષેકે દેશભરના 12 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરી, પરંતુ તેનો આ પ્રવાસ ઓડિશાના ભુવનેશ્વરમાં પૂરો થયો જ્યાં તેની ધરપકડ થઈ.ઓડિશાના ભુવનેશ્વર ખાતે આવેલા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટના ગુનામાં અભિષેક રાજપૂતની ધરપકડ થઈ. આ ઘટના બાદ વટવા પોલીસને આરોપીના ઠેકાણા અંગે માહિતી મળી. વટવા પોલીસે તાત્કાલિક એક ટીમ ઓડિશા મોકલી અને ભુવનેશ્વર એરપોર્ટ પોલીસ પાસેથી આરોપીનો કબજો મેળવ્યો.
વટવા પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરતાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા. 2021થી 2024 સુધીમાં અભિષેકે વટવા વિસ્તારમાં લૂંટ, હત્યાનો પ્રયાસ અને અન્ય ગંભીર ગુનાઓ આચર્યા હતા, જેના કારણે તે ત્રણ વર્ષથી વોન્ટેડ હતો. અભિષેક રાજપૂત ગુનાઓ આચર્યા બાદ પોલીસની પકડથી બચવા માટે સતત સ્થળાંતર કરતો રહેતો હતો. તેની આધ્યાત્મિક યાત્રા એક રીતે તેની ફરારીનો ભાગ હતી. જ્યોતિર્લિંગના દર્શનના બહાને તે દેશભરમાં ફરતો રહેતો અને પોલીસની આંખમાં ધૂળ ઝોંકતો હતો.
આ પણ વાંચો:અમદાવાદમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા, સમાધાનને બહાને બોલાવી ગળે અસ્ત્રો મારી દીધો
આ પણ વાંચો:અમદાવાદમાં બોક્સ ક્રિકેટ પર નિયમોનો શરૂ,સુરતની દુર્ઘટના બાદ AMCએ તૈયાર કરી ડ્રાફ્ટ પોલિસી
આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ વધુ તીવ્ર, AAIB એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પ્રાથમિક અહેવાલ સોંપ્યો
