Ahmedabad News:અમદાવાદ (Ahmedabad) ના વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ગટરના ગંદા પાણીની ગંભીર સમસ્યાએ નાગરિકો (Citizens) નું જનજીવન હાલાકીભર્યું બનાવ્યું છે. પ્રાથમિક શાળાથી લઈને સાંઈબાબા મંદિર સુધીના માર્ગ પર ગટરો છલકાઈ રહી છે, જેના કારણે રસ્તાઓ પર ગંદું પાણી ફરી વળ્યું છે. આના લીધે સ્થાનિક રહેવાસીઓએ ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે, જેના કારણે સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાઓ ઉભી થઈ રહી છે. સ્થાનિક નગરસેવકો દ્વારા માત્ર વાયદાઓનું આશ્વાસન અપાઈ રહ્યું છે, જ્યારે ઓનલાઈન ફરિયાદોનો કોઈ નિકાલ થતો નથી, એવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.
વસ્ત્રાલના પંજરી રો-હાઉસ, નવા કબીર મંદિર, લીંબુડીની વાડી અને ભરવાડ વાસ જેવા વિસ્તારોમાં ગટરનું ગંદું પાણી ચોવીસ કલાક રસ્તાઓ પર ફરી વળે છે. આ ગંદા પાણીના કારણે નાગરિકોને દૈનિક જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને, બાળકો અને વૃદ્ધોને આ ગંદા પાણીમાંથી પસાર થવું જોખમી બની રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, આ સમસ્યાને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોનું જોખમ પણ વધી રહ્યું છે. આ ઉપરાંત, ગંદા પાણીની દુર્ગંધે આખા વિસ્તારનું વાતાવરણ અસહ્ય બનાવ્યું છે.
આ પણ વાંચો:અમદાવાદમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા, સમાધાનને બહાને બોલાવી ગળે અસ્ત્રો મારી દીધો
આ પણ વાંચો:અમદાવાદમાં બોક્સ ક્રિકેટ પર નિયમોનો શરૂ,સુરતની દુર્ઘટના બાદ AMCએ તૈયાર કરી ડ્રાફ્ટ પોલિસી
આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ વધુ તીવ્ર, AAIB એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પ્રાથમિક અહેવાલ સોંપ્યો
