Republic Day News: નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ (Kartvya Path) પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે પહેલા પરેડ (Parade)ક્યાં યોજવામાં આવતી હતી. કર્તવ્ય પથ પહેલા ક્યાં ક્યાં ઉજવણી કરાતી હતી. ચાલો જાણીએ.

President Rajendra Prasad
26મી જાન્યુઆરી, 1950ના દિવસે બંધારણને લાગુ કરવામાં આવ્યું. આ સાથે પ્રજાનું શાસન અમલમાં આવ્યું. દર વર્ષે આજના દિવસે સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ દિવસને લશ્કર (Defence force)પોતાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કરે છે. શું તમે જાણો છો કે ભારતની પહેલી રિપબ્લિક પરેડ ઈરવિન સ્ટેડિયમ (Irvin Stadium)માં થઈ હતી. હવે આ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમથી ઓળખાય છે.

1st Republic Parade
26મી જાન્યુઆરી, 1950ના દિવસે પ્રથમ રાષ્ટ્રપતિ (President)એ શપથ (Oath)લીધા અને ઈરવિન સ્ટેડિયમ પહોંચી લોકતાંત્રિક દેશની ઉજવણી કરી હતી. આ દિવસે પ્રથમ મુખ્ય અતિથિ (Chief Guest) તરીકે ઈન્ડોનેશિયા (Indonesia)ના રાષ્ટ્રપતિ સુકર્નો હતા. 1950 થી 1954 સુધી અલગ અલગ જગ્યાઓ પર કાર્યક્રમો ઉજવાતા હતા. પરેડ ઈરવિન સ્ટેડિયમ, કિંગ્સવે, લાલ કિલ્લો અને રામ લીલા મેદાનમાં કરવામાં આવી હતી. 1955થી આ પરેડ રાજપથ (Rajpath)પર થવા લાગી હતી.
1955 થી પહેલા રાજપથ કિંગ્સવે (Kingsway)ના નામથી ઓળખાતું હતું. ત્યારબાદ રાજપથ કર્તવ્ય પથ તરીકે ઓળખાવા લાગ્યું.
આ પણ વાંચો:આજના દિવસે શા માટે આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ છીએ
આ પણ વાંચો:26 January 2024/26 જાન્યુઆરી : ખેડૂત સંઘ ‘ભારતીય કિસાન યુનિયન’નું દેશના ખેડૂતોને ટ્રેક્ટર માર્ચનું આહ્વાન
આ પણ વાંચો:Lok Sabha Elections 2024/ભાજપે કર્યો લોકસભા ચૂંટણી પ્રચારનો શંખનાદ, આ હશે પાર્ટીનું ખાસ ‘સ્લોગન’
