#republicday/ આજના દિવસે શા માટે આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ છીએ

આ દિવસથી ભારતના રોયલ (બ્રિટિશ) દસ્તાવેજોને ભારતના અધિનિયમ 1935થી બદલવામાં આવ્યા. 1930માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 26મી જાન્યુઆરી, 1930ના દિવસે પૂર્ણ સ્વરાજની જાહેરાત કરી હતી. આ દિવસે…

Top Stories India
YouTube Thumbnail 2024 01 26T092639.231 આજના દિવસે શા માટે આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ છીએ

Republic Day News: 26મી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિવસ (Republic Day) તરીકે ઉજવીએ છીએ. પરંતુ તેની શરૂઆત કેવી રીતે થઈ તે કોઈ જાણે છે? આ દિવસની ઉજવણી આપણે શા માટે કરીએ છીએ શું તમે એ જાણો છો? સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ વચ્ચેનો તફાવત જાણી છીએ? જો નહીં, તો ચાલો જાણવાનો પ્રયાસ કરીએ.

પ્રજાસત્તાક દિવસ એટલે દેશની સાર્વભૌમત્કતાનું પ્રતિક. 26 જાન્યુઆરી, 1950ના દિવસે બંધારણ (Constitution) અમલમાં આવ્યું. એટલે કે બંધારણને આત્મસાત કરવામાં આવ્યું. ભારત દેશ 15 એગસ્ટ, 1947ના દિવસે દેશ આઝાદ થયો હતો. પરંતુ પ્રજાનું શાસન અમલમાં આવ્યું 26 જાન્યુઆરી, 1950થી. આ દિવસથી ભારતના રોયલ (બ્રિટિશ) દસ્તાવેજોને ભારતના અધિનિયમ 1935 (Government of India Act)થી બદલવામાં આવ્યા. 1930માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે (Indian National Congress) 26મી જાન્યુઆરી, 1930ના દિવસે પૂર્ણ સ્વરાજની જાહેરાત કરી હતી. આ દિવસે પહેલેથી ઉપર બાંધેલા ઝંડાને (Flag) ફક્ત ફરકાવવામાં આવે છે.

Image

President’s Museum

આ પરંપરા કોણે શરૂ કરી હતી?

દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 26 જાન્યુઆરી, 1950ના રોજ 21 તોપોની સલામી આપીને ધ્વજારોહણ કરીને ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું. ત્યારથી  દિવસની ઉજવણી કરવામાં આવે છે.

બંધારણનો સ્વીકાર

ભારત એક રાજ્યોનું સંઘ  છે. ભારત દેશ સંસદીય પ્રણાલી (Parliamentary System)ની સરકારવાળું એક ગણરાજ્ય છે. બંધારણની રચના કરવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ થયા હતા. તેનો સ્વીકાર 26 નવેમ્બર, 1949માં થયો હતો અને આજના દિવસે તેને લાગુ કરવામાં આવ્યું. ડો. ભીમરાવ આંબેડકરના નેતૃત્વ હેઠળ બંધારણની રચના થઈ હતી.

સૌથી લાંબુ બંધારણ

ભારત દેશનું બંધારણ સૌથી લાંબુ બંધારણ છે. તે હાથથી લખાયેલું છે. તેને પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ લખ્યું હતું. બંધારણના દરેક પાનાને શાંતિનિકેતનના કળાકારોએ સજાવ્યું હતું. ભારતના બંધારણમાં વિવિધ દેશોના બંધારણોની અસર જોવા મળે છે. તેમાં પરંપરા, વિવિધતા, જરૂરિયાતો વિશે વિચારણા કર્યા બાદ જુદી જુદી વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જ ભારતના બંધારણની વિશિષ્ટતા છે.

ભારત સાર્વભૌમ દેશ છે

આ દિવસથી ભારતને ડોમિનિયન સ્ટેટસનો (Sovereign Country)દરજ્જો આપવામાં આવ્યો. એટલે કે અન્ય કોઈ દેશ આપણા દેશ પર શાસન કરવાની જોહુકમી ના કરી શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:26 January 2024/26 જાન્યુઆરી : ખેડૂત સંઘ ‘ભારતીય કિસાન યુનિયન’નું દેશના ખેડૂતોને ટ્રેક્ટર માર્ચનું આહ્વાન

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/ભાજપે કર્યો લોકસભા ચૂંટણી પ્રચારનો શંખનાદ, આ હશે પાર્ટીનું ખાસ ‘સ્લોગન’