Surat/ જામીન પુરા થતા દુષ્કર્મના આરોપી નારાયણ સાંઇ ફરી લાજપોર જેલમાં કેદ

સાધિકા સાથેના દુષ્કર્મમાં આજીવન કેદની સજા ભોગવતા નારાયણ સાંઈ 14 દિવસના ફર્લો પૂર્ણ થતાં લાજપોર જેલમાં લવાયો

 

Top Stories Gujarat Surat
a 300 જામીન પુરા થતા દુષ્કર્મના આરોપી નારાયણ સાંઇ ફરી લાજપોર જેલમાં કેદ

@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ – સુરત 

સાધિકા સાથે દુષ્કર્મ મામલે આજીવન કારાવાસ ભોગવી રહેલા નારાયણ સાંઈને આજે 14 દિવસનો ફ્લો પૂર્ણ થતા પોલીસ જાપ્તા સાથે અમદાવાદથી સુરત લાજપોર જેલ પરત લાવવામાં આવ્યા હતાં. મીડિયાના કેમેરા સામે નારાયણ સાંઈએ બા હાથ જોડી કશું કહ્યું નહોતું.નારાયણ સાંઈ પરત જેલમાં આવતા તેના સાધકો લાજપોર જેલ બહાર ઉમટી પડ્યાં હતો.

જામીન પૂર્ણ થતા નારાયણ સાઈને લાજપોર જેલમાં લાવવામાં આવ્ચો હતો. નારાયણ સાંઇને માતાની બીમારી માટે જામીન આપવામાં આવ્યા હતા. 14 દિવસના જામીન પૂર્ણ થતા નારાયણ સાંઇને લાજપોર જેલમાં લાવવામાં આવ્યો હતો.

માતાની તબિયત અર્થે ફર્લો અપાયેલા

ગુજરાત હાઇકોર્ટ દ્વારા નારાયણ સાંઈને 14 દિવસનો ફર્લો જામીન આપવામાં આવ્યા હતાં. નારાયણ સાંઈની માતાને હૃદયની બીમારી હોવાના કારણે કોર્ટ દ્વારા 14 દિવસનો ફર્લો આપવામાં આવ્યો હતો. જેથી તે 14 દિવસ પહેલા જેલથી અમદાવાદ પહોંચ્યો હતો અને આજે ફ્લો જામીન પૂર્ણ થતા ભારે પોલીસ જાપ્તા સાથે તે ફરી  સુરત જેલ લાવવામાં આવ્યો હતો. નારાયણ સાઈ જેલ પહોંચે તે પહેલા જેલની આસપાસ તેના અનુયાયીઓ મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતાં.

સાત વર્ષથી જેલમાં કેદ

સુરત લાજપોર જેલ પરત લાવવામાં આવ્યો હતો. મીડિયાના કેમેરા સામે નારાયણ સાંઈ બે હાથ જોડીને કશું કહ્યું નહોતું. ઉલ્લેખનીય છે કે, સાધ્વી સાથે દુષ્કર્મ મામલે સુરત કોર્ટ દ્વારા તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને તે સુરતના લાજપોર જેલમાં છેલ્લા સાત વર્ષથી કારાવાસ ભોગવી રહ્યો છે. માતાની તબિયત સારી હોવાના કારણે તેને હાઇકોર્ટમાં ફર્લોની માંગણી કરી હતી.જેથી તેને ૧૪ દિવસના ફર્લો મળ્યા હતા. આજે ફલો પુરા થતા પરત લાજપોર જેલમાં મોકલાયો છે.

આ પણ વાંચો : નાની બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી નરાધમે આચર્યું દુષ્કર્મ, નોંધાઈ FIR

આ પણ વાંચો : રિવરફ્રન્ટ પર પ્રેમીએ જાહેરમાં જ પ્રેમિકાને ઝીંક્યાં 15 લાફા, આ છે મુખ્ય કારણ

આ પણ વાંચો : મોરબી રવાપર ગ્રામપંચાયતની મિટિંગમાં ગયેલા લોકોને કઢાયા બહાર, આ છે મુખ્ય કારણ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…