Jhaveri Commission Report/ OBC અનામતને લઈને મોટા સમાચાર, ઝવેરી પંચના રિપોર્ટને કરી શકે જાહેર

ગુજરાતમાં OBC અનામતને લઈને સરકાર ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરે તકેવી શક્યતાઓ છે. રાજ્યમાં એક વર્ષ કરતાં વધુ સમયથી અનેક પંચાયતોમાં OBC બેઠકો ખાલી પડી છે.

Gandhinagar Top Stories Gujarat
Untitled 225 1 OBC અનામતને લઈને મોટા સમાચાર, ઝવેરી પંચના રિપોર્ટને કરી શકે જાહેર

Gandhinagar: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં OBC રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ 4 વાગ્યે સત્તાવાર ઝવેરી કમિશનનો અહેવાલ જાહેર કરશે. લાંબા સમયથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં OBC અનામતનો મુદ્દો અટક્યો હતો, ત્યારે આ મામલે આજે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી શકે છે.

ગુજરાતમાં OBC અનામતને લઈને સરકાર ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરે તેવી શક્યતાઓ છે. રાજ્યમાં એક વર્ષ કરતાં વધુ સમયથી અનેક પંચાયતોમાં OBC બેઠકો ખાલી પડી છે. આ પંચાયતોમાં કોંગ્રેસે 27 ટકા OBC અનામતની માંગ કરી છે. ત્યારે હવે સરકાર રીપોર્ટ જાહેર કરે ત્યાર બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થવાની પણ શક્યતાઓ છે.

ખાસ છે કે ઝવેરી કમિશને પોતાનો રિપોર્ટ 13 એપ્રિલે સોંપ્યો હતો. કમિશને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વસ્તીના ધોરણે અનામત આપવા રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ અભ્યાસ માટે 8મી જુલાઇ 2022ના રોજ કે. એસ. ઝવેરીના નેતૃત્વમાં ‘સમર્પિત આયોગ’ની રચના કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ નથી અને ગુજરાતના 7000થી વધુ ગ્રામ્ય વિસ્તારો નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં અનેક જગ્યા ઉપર વહીવટદારોનું રાજ ચાલી રહ્યું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા 24 ઓગસ્ટના રોજ ઓબીસી બચાવો અને ઝવેરી પંચનો રિપોર્ટ જાહેર કરવાની માંગ સાથે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ઓબીસી સમાજના આગેવાનો સાથે મોટું આંદોલન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના સાક્ષી બન્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને પાઠવ્યા

 આ પણ વાંચો:ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને  

 આ પણ વાંચો:યોગી સરકારની તર્જ પર ગુજરાત સરકારનો પરિપત્ર, સરકારી અધિકારીઓએ ફરજિયાત કરવી પડશે વાત

 આ પણ વાંચો:સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા