Ahmedabad News/ અમદાવાદ : LICમાં નોકરીની લાલચ આપીને નોકરી ઈચ્છુકો સાથે 48.50 લાખની છેતરપિંડી

ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના શાખા આ સંદર્ભે વધુ તપાસ કરી રહી છે

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદમાં લોકોને LICમાં કાયમી નોકરી ઓર્ડર આપવાની લાલચ બતાવીને તેમની સાથે રૂ.48,50,000 ની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ અંગે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે.

ક્રાઈમ બ્રાંચમાં આ અંગે કારંજ ત્રણ દરવાજા ખાતે ચુડીઓળ ખાતે રહેતા શબ્બીરભાઈ ગુલામરસૂલ મલેકે ફરિયાદ નોંધાવી છે.આ કેસની વિગત મુજબ શબીબરભાઈ LICનું કામકાજ કરે છે અને 2023માં પાલડીમાં નિવીદ એપાર્ટમેન્ટમાં રહેતા ચિકેશભાઈ કાંતીલાલ શાહને કાલુપુર રીલીફ રોડ જીવનપ્રકાશ બિલ્ડીંગ ખાતે LIC ઓફિસની બહાર મળ્યા હતા. જ્યાં ચિકેશભાઈએ પોતાની ઓળખાણ વગ ધરાવતા લોકો સાથે હોવાનું કહીને શબ્બીરભાઈને વિશ્વાસમાં લીધા હતા.

બાદમાં 13.4.2023થી 2.2.2024 દરમિયાન શબ્બીરભાઈ તથા અન્ય લોકોને LICમાં કાયમી નોકરી ઓર્ડર અપાવવાનું કહીને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં ચિકેશભાઈ શાહે આ લોકો પાસેથી ટુકડે ટુકડે રૂ.48,50,000 મેળવી લીધા હતા. જોકે તેમણે કોઈને નોકરીના ઓર્ડર નહી આપીને તેમની સાથે છેતરપિંડી કરી હતી. ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના શાખા આ સંદર્ભે વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં ચંદી પડવા પહેલા ફૂડ વિભાગ એક્શનમાં, ઘારી બનાવતા વેપારીઓની કરાઈ તાપસ

આ પણ વાંચો:સુરતમાં ડુપ્લીકેટ મસાલા બનાવવાની આશંકાએ ફૂડ વિભાગના દરોડા

આ પણ વાંચો:રાજકોટમાંથી નકલી પનીર ઝડપાયા બાદ સુરત મનપાનો ફૂડ વિભાગ એક્શનમાં, 18 ટીમોએ પનીર વિક્રેતાઓને ત્યાં કર્યા દરોડા