Junagadh News: જૂનાગઢ જિલ્લા જમીન વિકાસ બેંક એટલે કે ખેતી બેંકની આવનારી ચૂંટણી (Junagadh Kheti Bank Election)ને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વિસાવદર શાખાના ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારો વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. ફોર્મ મંજૂર અને રદ કરવાની પ્રક્રિયાને લઈને બંને પક્ષોએ એકબીજા સામે આક્ષેપો કર્યા હતા.
ઉમેદવારી ફોર્મની ચકાસણી અને વાંધા અરજીઓની સુનાવણી દરમિયાન AAP ઉમેદવાર લલિતભાઈ પાઘડારનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું, જ્યારે ભાજપના ઉમેદવાર જયંતીભાઈ ગોવર્ધનભાઈ ભુવાનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદ AAP દ્વારા ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

AAPનો આરોપ: ભાજપ ઉમેદવાર સામેના કેસ છતાં ફોર્મ મંજૂર
AAP ઉમેદવાર લલિતભાઈ પાઘડારે આક્ષેપ કર્યો હતો કે ભાજપ ઉમેદવાર જયંતીભાઈ ભુવા સામે આશરે રૂ.45 લાખના મગફળી કૌભાંડ મામલે કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે આ મામલે એફએસએલ રિપોર્ટ પણ સામે આવ્યો છે છતાં ઉમેદવારનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે.
તેમનો આક્ષેપ હતો કે ઉમેદવારી ફોર્મમાં ગુનાહિત બાબતો અંગે આપવામાં આવેલી માહિતી અંગે યોગ્ય તપાસ કરવામાં આવી નથી અને બેંકના અધિકારીઓ દ્વારા નિયમોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.AAP નેતાઓએ વધુમાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે વિપક્ષના ઉમેદવારોને ચૂંટણી (Junagadh Kheti Bank Election) પ્રક્રિયાથી દૂર રાખવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને ફોર્મ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ છે.

રાજુ બોરખતરિયાનો પ્રશાસન પર પ્રહાર
AAP નેતા રાજુ બોરખતરિયાએ ખેતી બેંકના અધિકારીઓની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી (Junagadh Kheti Bank Election) પ્રક્રિયામાં તટસ્થતા જળવાઈ રહી નથી અને વિપક્ષના ઉમેદવારોને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસો થઈ રહ્યા છે.તેમણે જણાવ્યું કે ઉમેદવારોને અલગ અલગ કચેરીઓના ચક્કર લગાવવાની ફરજ પડી અને પ્રક્રિયા દરમિયાન માનસિક તણાવ ઉભો થયો.

ભાજપ ઉમેદવારની સ્પષ્ટતા: કોઈ અંતિમ ચુકાદો નથી
બીજી તરફ ભાજપ ઉમેદવાર જયંતીભાઈ ભુવાએ તમામ આક્ષેપોને ફગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમની સામે કેસ ચાલી રહ્યો છે, પરંતુ હજુ સુધી કોર્ટ દ્વારા કોઈ અંતિમ ચુકાદો આવ્યો નથી અને તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા નથી.તેમના જણાવ્યા મુજબ, કાયદાકીય નિયમો પ્રમાણે માત્ર કેસ ચાલુ હોવાના આધારે ઉમેદવારી રદ કરી શકાય નહીં, જેના કારણે તેમનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે.તેમણે એવો પણ દાવો કર્યો કે AAP ઉમેદવારનું ફોર્મ નિયમ મુજબ બાકી લોનના કારણે રદ કરવામાં આવ્યું છે.

બેંક પ્રશાસનનો જવાબ: નિયમ મુજબ જ કાર્યવાહી
આ સમગ્ર વિવાદ અંગે ખેતી બેંકના અસિસ્ટન્ટ જનરલ મેનેજર વિશાલ મારડિયાએ સ્પષ્ટતા કરી હતી કે ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમો મુજબ હાથ ધરવામાં આવી રહી છે.તેમણે જણાવ્યું કે બેંકની તમામ 17 શાખાઓમાં ચૂંટણી સંબંધિત કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા હતા. બેંકના પેટા-કાયદા મુજબ જ્યાં સુધી કોઈ વ્યક્તિ કોર્ટ દ્વારા દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેને ચૂંટણી (Junagadh Kheti Bank Election) લડવાથી રોકી શકાય નહીં.
તેમણે વધુમાં જણાવ્યું કે AAP ઉમેદવાર લલિતભાઈ પાઘડારના પુત્રના નામે રહેલી રૂ.6 લાખની લોનમાં તેઓ જામીનદાર અને જવાબદાર હતા. લોનની ચુકવણી ન થતા અને નોટિસ બાદ પણ બાકી રકમ ભરપાઈ ન થતાં તેઓ નિયમ મુજબ મુદતવીતી બાકીદારની શ્રેણીમાં આવતા હતા. આ કારણોસર તેમની ઉમેદવારી રદ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.

Junagadh Kheti Bank Election પહેલાં રાજકીય માહોલ ગરમાયો
જૂનાગઢ ખેતી બેંકની ચૂંટણી (Junagadh Kheti Bank Election) પહેલાં જ ફોર્મ ચકાસણી મુદ્દે સર્જાયેલા વિવાદે સહકારી રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. હવે આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આ મુદ્દો વધુ ચર્ચાનો વિષય બને તેવી શક્યતા છે.
આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટમાં ખેતી બેંક ચેરમેન ડોલર કોટેચાની નિમણૂંકને પડકાર, સત્તાવાળાઓને નોટિસ
