ગુજરાત કોંગ્રેસનાં નારાજ યુવા નેતા જયરાજ સિંહ ની નારાજગી દૂર થઈ છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથેની મુલાકાત બાદ જયરાજ સિંહે કહ્યું કે, હું આજ થી જ પેટાચૂંટણીના પ્રચારમાં જોડાઈ જઈશ. બે દિવસ અગાઉ એમને ટ્વીટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
તેમના ટ્વીટ બાદ ગુજરાત કોંગ્રેસનું વાતાવરણ ગરમાયું હતું. અને રાજ્યના પ્રભારી રાજીવ સાતવે વચ્ચે પાડીને આખો મામલો પોતાના હસ્તક લીધો હતો. તેમણે એક સંદેસા મારફત જયરાજ સિંહ ને કોઈ જ ઉતાવળિયું પગલું ન ભરવા માટે જણાવ્યુ હતું, તો સાથે પ્રદેશ પ્રમુખને પણ જયરાજસિંહની નારાજગી દૂર કરવાના આદેશ કર્યા હતા.
નારાજ કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે આજે ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ જયરાજસિંહે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે નારાજગીની વાત કરવા આવ્યો હતો. મનદુઃખની વાત પાર્ટીમાં થાય તો સારી વાત છે. અમિત ચાવડા સાથેની મુલાકાતથી જયરાજસિંહે સંતોષ વ્યક્ત કાર્યોમ હતો અને જણાવ્યુ હતું કે, આજથી પેટાચૂંટણીના પ્રચારમાં લાગી જઇશ.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
