ગુજરાત/ દમણમાં કાર પર ઊભા થઈને જોખમી સ્ટંટ કર્યાનો વીડિયો વાયરલ

દમણમાં લકઝરીયુસ કારમાં ફરવા નીકળેલા એક યુવાનના જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે.

Top Stories Gujarat Others

દમણમાં સહેલાણીઓને ભારે ધસારો રહેતો હોય છે. અત્યારે કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો દરિયાકિનારે અથવા તો હિલ સ્ટેશન પર ફરવા જાય છે. દમણમાં લકઝરીયુસ કારમાં ફરવા નીકળેલા એક યુવાનના જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં દેખાય છે કે એક યુવાન કાર પર ઉભો રહ્યો છે. વીડિયો પરથી અનુમાન લગાવી શકાય કે દમણમાં ફરવા નીકળેલા દોસ્તો કંઈક નવું કરવા આ પ્રકારનો જોખમી સ્ટંટ કર્યો હશે.

દમણ દરિયા કિનારે જોખમી સ્ટંટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક યુવક ચાલુ કારે ઉપરના બોનેટ પર ઉભો રહી જોખમી સ્ટંટ કરે છે. કારની અંદર પણ તેની સાથે તેના મિત્રો હોઈ શકે તેવું લાગે છે. યુવાન અડધી રાત્રે પોતાના મિત્રો સાથે દમણની સહેલ કરવા નીકળ્યો હશે. દરમ્યાન કોઈ શરત અથવા કંઈક નવુ કરવાના ઉત્સાહમાં તે કારના બોનેટ પર ઉભો થયો હશે. વીડિયોમાં દેખાય છે કે પીળા કલરની ટી-શર્ટ પહેરેલ યુવાન ચાલુ કાર દરમ્યાન બોનેટ પર ઉભો રહેતા હાથમાં બોટલ જેવું કંઈક છે. સંભવત આ યુવાને ડ્રીંક પણ કર્યું હોઈ શકે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આવા જોખમી સ્ટંટના વીડિયોની પોલીસ તપાસ કરશે અને જરૂરી પગલા લેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હાર્દિક-નતાશાના લગ્નમાં પંડિતજી કન્યાદાનની શોધમાં હતા, બાદમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપરે આ જવાબદારી લીધી

આ પણ વાંચો:તેલુગુ સુપરસ્ટારે અભિનેત્રીને ધક્કો માર્યો, હંસલ મહેતાએ કહ્યું, ‘કોણ છે આ ખરાબ માણસ?’

આ પણ વાંચો:ફિલ્મો કરતાં ગીતો પર પૈસા વરસાવતા ફિલ્મમેકરો, જાણો ટ્રેન્ડની શરૂઆત કેવી રીતે થઈ…