Amar Upadhyay Files Case/ Amar Upadhyay સાથે થઇ કરોડોની છેતરપિંડી, અભિનેતાએ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ સામે કેસ કર્યો

હવે લોકપ્રિય ટીવી એક્ટર અમર ઉપાધ્યાય (Amar Upadhyay) સાથે મોટી છેતરપિંડી થઈ છે.

Top Stories Entertainment

Amar Upadhyay Files Case:હવે લોકપ્રિય ટીવી એક્ટર અમર ઉપાધ્યાય (Amar Upadhyay) સાથે મોટી છેતરપિંડી થઈ છે. અભિનેતા સાથે કોઈએ છેતરપિંડી કરી અને હવે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. અમર ઉપાધ્યાયે હવે તેની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ઇન્વેસ્ટમેન્ટ ફર્મ સામે કેસ દાખલ કર્યો છે. અભિનેતાએ હવે ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીના ડાયરેક્ટર વિરુદ્ધ 1.25 કરોડ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે.

અભિનેતા સાથે કરવામાં આવી છેતરપિંડી

આ ફરિયાદમાં અભિનેતાએ કહ્યું છે કે તે એપ્રિલ 2022માં આ કંપનીના 2 ડિરેક્ટરને મળ્યો હતો. આ સમય દરમિયાન, બંનેએ અભિનેતાને વચન આપ્યું હતું કે જો તે તેમના પૈસા તેમની સાથે રોકાણ કરશે તો તેને સારું વળતર મળશે. તેમની વાત માનીને અભિનેતાએ શરૂઆતમાં રૂ. 20 લાખનું રોકાણ કર્યું હતું પરંતુ આ પછી તેઓએ અમરને કહ્યું કે જો તમે આનાથી પણ મોટી રકમનું રોકાણ કરશો તો વર્ષ 2026 સુધીમાં તમને 5 થી 15 કરોડ રૂપિયા મળી શકે છે.

ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ છેતરપિંડી કરી

ત્યારપછી એક્ટર આ લોકોનો શિકાર બની ગયો અને તેણે વગર વિચાર્યે તેમની કંપનીમાં 2.5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. હવે અમર ઉપાધ્યાય દાવો કરે છે કે આ કંપની તેના વળતર પર વારંવાર રોકાણ કરતી રહી અને તેને કહેતી રહી કે તેને સારો નફો મળી રહ્યો છે. આટલું જ નહીં, કંપનીએ અભિનેતાને ફેક એકાઉન્ટ સ્ટેટમેન્ટ પણ બતાવ્યું જેથી તેને સમજાવી શકાય કે તેને કેટલો નફો થઈ રહ્યો છે.

કેસ નોંધાયો

પરંતુ અભિનેતાને સત્યની જાણ થતાં જ તેણે કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. હવે આઈપીસીની કલમ 34, 406, 465, 409 અને 420 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, અમર ઉપાધ્યાય મનોરંજન ઉદ્યોગનું જાણીતું નામ છે. તેણે ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’,’કલશ’, ‘દેશ મેં નિકલ્લા હોગા ચાંદ’, ‘કસૌટી જિંદગી કે’ જેવા શોમાં કામ કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: માલદીવ આવ્યુ ઘૂંટણિયે, વિદેશ પ્રધાન મૂસા ઝમીરે માંગી માફી ‘આવી ભૂલ ફરી નહીં થાય’

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી 1 જૂન સુધી મળ્યા વચગાળાના જામીન

આ પણ વાંચો: હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી ન મળી રાહત, જાણો વચગાળાના જામીન પર આગામી સુનાવણી ક્યારે…