Surat News : સુરત શહેરમાં ડ્રગ્સના કારોબારને લઈને ખુની ખેલ ખેલાયો છે. જેમાં ત્રણ ટપોરી દ્વારા અન્ય યુવક પર હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ બનાવ રાંદેરના નૂરે ઈલાહી ટેનામેન્ટમાં બન્યો હતો. જેમાં ડ્રગ્સ પેડલરોએ અન્ય યુવકને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. તપાસમાં ડ્રગ્સ ડિલર ઈસ્માઈલ ગુજરનાં સાગરિત મહેબુબની ગેંગ સક્રિય હોવાનું બહાર આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજર ગેંગ ઈજાગ્રસ્તને પેડલર બનાવવા માંગતા હતા. હુમલા બાદ પોલીસે આરોપીઓને ઝડપી પંચનામું કર્યું. તપાસ બાદ રાંદેર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો:કચ્છની સરહદેથી પ્રજાસત્તાક દિવસે પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો
આ પણ વાંચો:કચ્છના મુંદ્રામાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે તંત્રની કાર્યવાહી
આ પણ વાંચો:નર્મદાના નીર કચ્છના છેવાડાના ગામડાઓ સુધી પહોંચશે, નાબાર્ડે મંજૂર કર્યા ₹2006 કરોડ
