Not Set/ પતિ પત્નીનો ઝગડો જીવલેણ બન્યો,જમાઈએ સસરા પર એસિડ ફેંક્યું

અમદાવાદ, અમદાવાદમાં રાણીપ એસિડ કાંડનો મામલો શાંત થયો નથી, ત્યાં અમદાવાદમાં ફરી એકવાર એસિડ એટેક સામે આવ્યું છે. શાહપૂર નાગોરીવાડ પાસે ગત રાત્રે જમાઈ પોપટ ભાઈ દ્વારા સસરા પર એસિડ ફેંકવામાં આવ્યું હતું.દીકરી અને જમાઈને ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી.રવિવારે જ્યારે સમાધાન માટે સસરા વચ્ચે પડ્યા ત્યારે તેને પહેલા મુઢમાર મારવામાં આવ્યો અને ત્યાં બાદ […]

Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદમાં રાણીપ એસિડ કાંડનો મામલો શાંત થયો નથી, ત્યાં અમદાવાદમાં ફરી એકવાર એસિડ એટેક સામે આવ્યું છે. શાહપૂર નાગોરીવાડ પાસે ગત રાત્રે જમાઈ પોપટ ભાઈ દ્વારા સસરા પર એસિડ ફેંકવામાં આવ્યું હતું.દીકરી અને જમાઈને ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી.રવિવારે જ્યારે સમાધાન માટે સસરા વચ્ચે પડ્યા ત્યારે તેને પહેલા મુઢમાર મારવામાં આવ્યો અને ત્યાં બાદ ખીચામાં પડેલી કાચની બોટલ ફેંકી હતી.આરોપીએ બોટલમાં જ્વલનશીલ પ્રવાહી ભરેલું હતું જે તેને તેના સસરાના શરીર પર ફેંક્યું અને તેને બળતરા થતા તે બુમાબુમ કરવા લાગ્યો હતો.

જણાવીએ કે સસરા સુદીત દત્ત પર જ્વલનશીલ પ્રવાહી ફેંકતા તેને સામાન્ય ઈજાઓ પોહચી છે.જવલનશીલ પ્રવાહી ના કારણે ફરિયાદી ઘાયલ થતા આરોપી સ્થળ છોડીને ત્યાંથી ભાગી ગયો હતો બાદમાં લોકોના ટોળા એકત્રિત થતાં ફરિયાદીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરિયાદીએ આરોપી વિરુદ્ધ માં શાહપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરાવ્યો છે.ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગુનાના મૂળ સુધી પહોંચી હકીકત જાણ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જેમાં હાલમાં પોલીસ હાલમાં પોલીસ દ્વારા આરોપીને પકડવા શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે…