સુરત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે 68મો જન્મદિવસ ઉજવાઇ રહ્યો છે ત્યારે સુરત શહેરમાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવાની તૈયારી કરવામાં આવી છે. પીએમ મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે જ જન્મેલા 1221 લોકોને દેશભરથી સુરત ખાતે આમંત્રિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ 1221 કેક વિતરણ સહિતનો કાર્યક્રમ સરથાણા કન્વેન્શન હોલમાં 17મીએ એ સાંજે 5 થી 8 દરમિયાન યોજાશે. ઈવેન્ટ ઓર્ગેનાઇઝર અતુલ બેકરીના અતુલ વેકરિયાએ જણાવ્યું હતું કે, 17 સપ્ટેમ્બરે જન્મેલા લોકોને બોલાવી ઉજવણી કરાશે.
એ સિવાય બીજી એક સંસ્થા દ્રારા 680 ફુટ લાંબી કેક બનાવવામાં આવશે.પીએમ મોદી 68માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે ત્યારે 68 નંબરનો ઉપયોગ કરીને વડાપ્રધાનની બર્થ ડે ઉજવવામાં આવશે.પીએમ મોદીના બર્થ ડે પર 6800 કિલોની 680 ફુટ લાંબી કેક કાપવામાં આવશે.
મોદીના જન્મ દિવસની ઉજવણીમાં 68 જેટલા સફાઈ કર્મીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. એટલું જ નહીં પણ આ સેલિબ્રેશનમાં 68 દિવ્યાંગ પણ ભાગ લેશે.
એટલું જ નહીં જન્મ દિવસની ઉજવણીમાં 68 જેટલા ખેલાડીઓ, પારસી સમાજના 68 અગ્રણી અને 68 વનબંધુઓ પણ જોડાશે.
